પુણેઃ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે સાઉથ આફ્રિકાની ટીમ પોતાની પ્રથમ ઇનિંગમાં 275 રન પર ઓલ આઉટ થઈ ગઈ છે.  આ સાથે  ટીમ ઈન્ડિયાને 326 રનની લીડ મળી છે. આફ્રિકા તરફથી મહારાજે 72 રન કર્યા હતા, જયારે ફિલેન્ડર 44 રને અણનમ રહ્યો હતો. ભારત માટે અશ્વિને 4 વિકેટ, ઉમેશ યાદવે 3 વિકેટ, મોહમ્મદ શમીએ 2 અને રવિન્દ્ર જાડેજાએ 1 વિકેટ લીધી હતી.


મુથુસ્વામી 7 રન બનાવી જાડેજાની ઓવરમાં એલબીડબલ્યુ આઉટ થયો હતો.  ડુપ્લેસિસ 64 રન બનાવી અશ્વિનની ઓવરમાં આઉટ થતાં ભારતને આઠમી સફળતા મળી હતી.


બીજા સત્રમાં પૂંછડિયા બેટ્સમેનોએ ફરી હંફાવ્યા

લંચ બ્રેકથી ટી બ્રેકની રમતમાં સાઉથ આફ્રિકાએ 61 રન ઉમેરી 2 વિકેટ ગુમાવી હતી. આઠમી વિકેટ 59મી ઓવરમાં પડી ગઈ હોવા છતાં 77 મી ઓવર સુધી ભારત વિકેટ પાડી શક્યું નહોતું અને ટી બ્રેક જાહેર કરાયો હતો. ગત મેચની જેમ આ વખતે પણ ભારતને પૂંછડીયા બેટ્સમેન હંફાવી ગયા હતા.


ત્રીજા દિવસે પ્રથમ સત્રમાં આફ્રિકાએ 100 રન કરી 3 વિકેટ ગુમાવી

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસ લંચ બ્રેક સુધીની રમતમાં દક્ષિણ આફ્રિકાએ 100 રન કરી 3 વિકેટ ગુમાવી હતી.  ત્રીજા દિવસની રમત શરૂ થયાની ત્રીજી જ ઓવરમાં શમીએ ભારતને ચોથી સફળતા અપાવી હતી. નાઇટ વોચમેન નોર્ટજે 3 રન બનાવી કોહલીના હાથે કેચ આઉટ થયો હતો. જે પછી થોડી જ ઓવરોમાં બ્રુયાન 30 રન બનાવી ઉમેશ યાદવની ઓવરમાં આઉટ થતાં ભારતને પાંચમી સફળતા મળી હતી. ડી કોકને 31 રને બોલ્ડ કરી અશ્વિને ભારતને છઠ્ઠી સફળતા અપાવી હતી.


બીજા દિવસને અંતે આફ્રિકાએ ગુમાવી 3 વિકેટ

દક્ષિણ આફ્રિકાએ બીજા દિવસના અંતે 3 વિકેટે 36 રન કર્યા હતા. એડન માર્કરામ, ડિન એલ્ગર અને ટેમ્બા બાવુમા સિંગલ ડિજિટમાં આઉટ થયા હતા. નાઈટ વોચમેન એનરિચ મ અને બ્રૂઇન ક્રિઝ પર ઉભા હતા. ભારત માટે ઉમેશ યાદવે 2 અને મોહમ્મદ શમીએ 1 વિકેટ લીધી હતી.

ભારતે 601/5 પર દાવ કર્યો ડિકલેર

ભારતે દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટેસ્ટમાં પુણે ખાતે 601/5 દાવ ડિક્લેર કર્યો હતો. ભારત માટે કપ્તાન વિરાટ કોહલીએ સાતમી બેવડી સદી ફટકારતાં 254* રન કર્યા હતા. તે સિવાય ઓપનર મયંક અગ્રવાલે 108 રન કર્યા હતા. જ્યારે ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ 91 રનની ઉપયોગી ઇનિંગ્સ રમી હતી. કોહલીએ ટેસ્ટમાં પોતાનો સર્વાધિક સ્કોર નોંધાવ્યો હતો. દક્ષિણ આફ્રિકા માટે કગીસો રબાડાએ 3 વિકેટ, જ્યારે કેશવ મહારાજ અને એસ મુથુસામીએ 1-1 વિકેટ લીધી હતી. કોહલીની કપ્તાનીમાં ભારતે 10મી વાર 600થી વધુ રન કર્યા છે.

ધોનીને લઈ થયો મોટો ખુલાસો, આ કારણે નથી લઈ રહ્યો નિવૃત્તિ ? જાણો વિગત

બેડરૂમમાં દિયર અને ભાભી માણતા હતાં સેક્સ અને અચાનક પતિ રૂમમાં આવી પહોંચ્યો પછી શું થયું? જાણો વિગત

રાજ્યના CNG ચાલકો આનંદો, લાંબીલાઈનમાં ઉભા રહેવાથી મળશે મુક્તિ, વધુ 214 CNG સ્ટેશન્સ થશે શરૂ