મુંબઈ: બોલીવૂડ અભિનેતા કાર્તિક આર્યન પોતાની આગામી ફિલ્મ ‘પતિ પત્ની ઔર વો’નાં શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મને લઈને કાર્તિકે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં ફિલ્મ ‘સોનુ કે ટિટુ કી સ્વીટી’ માં કાર્તિક આર્યન સાથે જોવા મળેલ અભિનેતા સની સિંહ પણ ‘પતિ પત્ની ઔર વો’ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મ સિવાય સની સિંહ ‘ઉજડા ચમન’ ફિલ્મમાં લીડ રોલમાં છે, આ ફિલ્મ 8 નવેમ્બરે રિલીઝ થવાની છે.


કાર્તિકે પોસ્ટમાં લખ્યું, સોનુ કે ટિટુ આ રહે હે ચિન્ટુ ત્યાગી સે મિલને ‘પતિ પત્ની ઔર વો’ ફિલ્મમાં. તેરા યાર હું મેં. આ ફિલ્મમાં કાર્તિક આર્યન ‘ચિન્ટુ ત્યાગી’ના રોલમાં જોવા મળશે. ફિલ્મના ડિરેક્ટર મુદસ્સર અઝીઝે કહ્યું, સની સિંહનો અત્યાર સુધી કોઈ ફિલ્મમાં નહિ જોયો હોય તેવો રોલ આ ફિલ્મમાં જોવા મળશે.




ફિલ્મ ‘પતિ પત્ની ઔર વો’ સ્ટારકાસ્ટમાં ભૂમિ પેડનેકર, અનન્યા પાંડે અને કાર્તિક આર્યન છે. આ ફિલ્મ 6 ડિસેમ્બરે રિલીઝ થશે.