ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચનો આ અંતિમ મુકાબલો બેંગલુરુના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 7 વાગ્યેથી રમાશે જ્યારે 6.30 વાગ્યો ટૉસ થશે. આ મેચને સ્ટાર નેટવર્કના સ્પોર્ટ્સ સિલેક્ટ અને સ્ટાર સ્પોર્ટ્સ સિલેક્ટ એચડી પર લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકાશે. આ સિવાય લાઈવ સ્ટ્રીમિંગ હોટસ્ટાર.કોમ પર થશે.
ટી-20 ઇન્ટરનેશનલમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે અત્યાર સુધીમાં 14 ટી-20 મેચ રમાઇ ચૂકી છે જેમાંથી ભારતે 9 અને સાઉથ આફ્રિકાએ પાંચ મેચ જીતી છે. બંન્ને વચ્ચે બે મેચ રદ થઇ છે. ભારતમાં બંન્ને ટીમો વચ્ચે અત્યાર સુધી ત્રણ મેચ રમાઇ ચૂકી છે જેમાં ભારતે એક અને સાઉથ આફ્રિકાએ બે મેચ જીતી છે.
2 ઓક્ટોબર 2015ના રોજ ધર્મશાળામાં રમાયેલી મેચ સાઉથ આફ્રિકાએ સાત વિકેટે જીતી હતી જ્યારે આ વર્ષે ઓક્ટોબરમાં કટકમાં રમાયેલી મેચમાં સાઉથ આફ્રિકાએ છ વિકેટે જીતી હતી.
ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને ‘દીવાળી’, વિદેશ પ્રવાસના દૈનિક ભથ્થામાં કેટલા ડોલરનો કરાયો વધારો? જાણી વિગત
એક સમયે ટ્રકમાં મુસાફરી કરતો હતો આ ભારતીય ખેલાડી, આજે છે ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર