નવી દિલ્હીઃ રોતિહ શર્માએ ઓપનર તરીકે તેની પ્રથમ ટેસ્ટમાં જ ઈતિહાસ રચી દીધો છે. રોહિત પ્રથમ ટેસ્ટમાં ઓપનર તરીકે સૌથી વધાર રન બનાવનારો વિશ્વનો પ્રથમ ખેલાડી બની ગયો છે. આ મેચ પહેલા મિડલ ઓર્ડરમાં બેટિંગ કરનારા રોહિત શર્માને વન ડે અને ટી-20 બાદ ટેસ્ટમાં પણ ઓપનિગં સ્લોટ ફળ્યો છે.


ક્રિકેટના ટૂંકા ફોર્મેટમાં સૌથી ખતરનાક બેટ્સમેન ગણાતા રોહિત શર્માએ સાઉથ આફ્રિકા સામ  વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં ત્રણ મેચની ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચની પ્રથમ ઈનિંગમાં 176 રન બનાવ્યા હતા. જે બાદ બીજી ઈનિંગમાં રમવા ઉતર્યો ત્યારે એક વર્લ્ડ રેકોર્ડ બનાવી લીધો છે. ઓપનિંગ ડેબ્યૂ મેચમાં રોહિત શર્મા સૌથી વધુ રન બનાવનારો ખેલાડી બની ગયો છે.  આ ઉપરાંત તે ઓપનર તરીકે ડેબ્યૂ ટેસ્ટની બંને ઈનિંગમાં સદી ફટકારનારો પ્રથમ ખેલાડી બની ગયો છે.

તેણે આ મામલે 36 વર્ષ જૂનો રેકોર્ડ તોડી દીધો છે. ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેન કેપ્લર વેસલ્સે ઈંગ્લેન્ડ સામે બ્રિસબેનના મેદાન પર વર્ષ 1982માં 208 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ મેચમાં 303 રન બનાવ્યા હતા. કેપ્લરે પ્રથમ ઈનિંગમાં 162 અને બીજી ઈનિંગમાં 46 રન બનાવ્યા હતા.

ટેસ્ટ મેચમાં ઓપનર તરીકે પ્રથમ મેચમાં સૌથી વધારે રન બનાવનારા ખેલાડી

-260 રન રોહિત શર્મા, ભારત વિ સાઉથ આફ્રિકા (176 & 127), વિશાખાપટ્ટનમ, વર્ષ 2019

- 208 રન કેપ્લર વેસેલ્સ, ઓસ્ટ્રેલિયા વિ ઈંગ્લેન્ડ, (162 & 46), બ્રિસબેન (વર્ષ 1992)

- 201 રન બ્રેંડન કુરુપ્પુ શ્રીલંકા વિ ન્યૂઝીલેન્ડ (201*), કોલંબો, (વર્ષ 1986)

- 200 રન એન્ડ્રયૂ જેક્સન, ઓસ્ટ્રેલિયા વિ ઈંગ્લેન્ડ (164 & 36), એડિલેડ (વર્ષ 1928)

- 200 રન ગૉર્ડ ગ્રેનેજ, વેસ્ટ ઈન્ડિઝ વિ ભારત (93 & 107), બેંગલુરુ, (વર્ષ 1974)

દાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠકના તાલે પ્રિયંકા ચોપડાએ લીધા ગરબા, જુઓ તસવીરો

 IND vs SA: રોહિત શર્માએ પૂજારાને પિચ પર આપી ગાળ, કહ્યું.............