નવી દિલ્હીઃ પુણેમાં ભારત સાઉથ આફ્રિકા સામે ત્રણ ટેસ્ટ મેચની સીરીઝની બીજી ટેસ્ટ મેચમાં ભારતે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. લંચ સમયે ભારતનો સ્કોર 1 વિકેટના નુકસાન પર 75 રન હતો. મેચની શરૂઆતથી ભારતીય બેટ્સમેનો અને આફ્રિકાનો બોલરો વચ્ચે ટક્કર જોવા મળી હતી.


આ દરમિયાન સાઉથ આફ્રિકા તરથી પ્રથમ ટેસ્ટ રમી રહેલા એનરિક નોર્ત્ઝેનો બોલ મયંક અગ્રવાલના હેલમેટ પર વાગ્યો હતો અને બાઉન્ડ્રી બહાર જતો રહ્યો હતો. સંજોગવશાત તેને કંઈ ઈજા ન થઈ. જોકે સુરક્ષાની દ્રષ્ટિએ ટીમ ઈન્ડિયાના ફિઝિયોએ તેની તપાસ કરીને ફિટ જાહેર કર્યો હતો.

એનરિક નોર્ત્ઝનો બોલ માથા પર વાગ્યા બાદ મયંક અગ્રવાલે બીજા બોલ પર પલટવાર કરતાં ચોગ્ગો ફટકાર્યો હતો. જે બાદ બીજા બોલ પર મયંકે ચોગ્ગો લગાવ્યો હતો.

રાજ્ય સરકારે 18 ઉચ્ચ અધિકારીઓની કરી બદલી, જાણો કેટલાને અપાયું પ્રમોશન

બ્રિટનમાં ક્યા વ્યવસાય સાથે સંકળાયેલો લોકો માણે છે સૌથી વધારે સેક્સ ? જાણીને આશ્ચર્ય થશે..

મહારાષ્ટ્ર ચૂંટણી પહેલા શિવસેનાને મોટો ઝટકો, 26 કોર્પોરેટર સહિત 300 કાર્યકર્તાઓ આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ

અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટનામાં બે જોડિયા ભાઈઓના મોત, પરિવારમાં છવાયો માતમ