મહારાષ્ટ્રમાં શિવસેનાએ કરેલી ટિકિટ ફાળવણીને લઈ અનેક કોર્પોરેટરો અને કાર્યકર્તા છે. આ કારણે તેમણે પોતાના રાજીનામાં પાર્ટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરેનો મોકલી આપ્યું છે. મહરાષ્ટ્રમાં 288 વિધાસનભા બેઠકો માટે 21 ઓક્ટોબરે વોટિંગ યોજાશે અને 24 ઓક્ટોબરના રોજ પરિણામ જાહેર થશે. 2019માં જંગી બહુમતથી પ્રધાનમંત્રી મોદીની સત્તામાં વાપસી બાદ આ પ્રથમ વિધાનસભા ચૂંટણી છે. મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ 9 નવેમ્બરે સમાપ્ત થઈ રહ્યો છે.
વર્ષ 2014માં મહારાષ્ટ્ર વિધાનસભાની 288 સીટો પર થયેલી ચૂંટણીમાં ભાજપ 122 સીટ હાંસલ કરીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી હતી. ભાજપે પ્રથમ વખત મહારાષ્ટ્રમાં આટલી સીટો મેળવી હતી. શિવસેના 63 સીટ સાથે બીજા અને કોંગ્રેસ 42 સીટ સાથે ત્રીજા નંબર પર રહી હતી. શરદ પવારની એનસીપીને 41 સીટો મળી હતી.
2014માં 63.08 ટકા વોટિંગ થયું હતું. કુલ 52691758 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જેમાંથી 28383004 પુરુષ. 24308397 મહિલા અને 357 ત્રીજી જાતિના વોટર્સ હતા.
India vs South Africa: કોહલીએ ગાંગુલીને રાખ્યો પાછળ, હવે આ બાબતે માત્ર ધોની જ છે આગળ, જાણો વિગત
અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટનામાં બે જોડિયા ભાઈઓના મોત, પરિવારમાં છવાયો માતમ