રાંચીઃ સાઉથ આફ્રિકા સામે રમાઇ રહેલી સીરિઝની ત્રીજી અને અંતિમ ટેસ્ટના બીજા દિવસે ભારતે 6 વિકેટના નુકસાન પર 438 રન બનાવી લીધા છે. રોહિત શર્મા કરિયરની પ્રથમ બેવડી સદી બનનાવી આઉટ થયો હતો. તેણે 212 રનની શાનદાર ઈનિંગ રમી હતી. જેમાં 28 ચોગ્ગા અને 6 તોતિંગ છગ્ગા ફટકાર્યા હતા.




રોહિત શર્માએ ઘર આંગણે રમતી વખતે 12મી ટેસ્ટની 18મી ઈનિંગ રમતાં 99.84ની એવરેજ હાંસલ કરી લીધી છે. કરિયદર દરમિયાન ઘર આંગમે ઓછામાં ઓછી 10 ટેસ્ટ મેચ રમી ચુકેલા ખેલાડીઓની સર્વાધિક સરેરાશની વાત કરવામાં આવે તો રોહિતે ઓસ્ટ્રેલિયાના મહાન બેટ્સમેન ડૉન બ્રેડમેનને પાછળ રાખી દીધા છે.



ઓસ્ટ્રેલિયાના ડોન બ્રેડમેને ઘરઆંગણે રમતી વખતે 33 ટેસ્ટની 50 ઈનિગંમાં 98.22ની સરેરાશથી 4322 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથે ઘરઆંગણે 29 ટેટમાં 77.25ની સરેરાશથી રન બનાવ્યા છે.



રોહિત શર્મા ટેસ્ટ અને વન ડે ઈન્ટરનેશનલમાં 200+ નો સ્કોર કરનારો ચોથો બેટ્સમેન બની ગયો છે. આ પહેલા સચિન તેંડુલકર, વીરેન્દ્ર સેહવાગ અને ક્રિસ ગેઇલ આ ઉપલબ્ધિ હાંસલ કરી ચુક્યા છે.