પુણેઃ પુણે ટેસ્ટમાં ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને ઇનિંગ અને 137 રનોથી હરાવીને સીરીઝ પર અજય લીડ બનાવી લીધી છે. ત્રણ મેચોની સીરીઝમાં ભારતે 2-0થી લીડ મેળવી લીધી છે. બીજી ટેસ્ટમાં ભારતે દક્ષિણ આફ્રિકાને ફોલૉઓન આપ્યા બાદ 189 રને ઓલઆઉટ કરી દીધુ હતુ. હવે આગામી ત્રીજી ટેસ્ટ મેચ 19 ઓક્ટોબરે રાંચીમાં રમાવવાની છે.


ભારતીય બૉલરોએ તરખાટ મચાવતા જબરદસ્ત બૉલિંગ કરી હતી. ઉમેશ યાદવ અને રવિન્દ્ર જાડેજાએ સૌથી વધુ 3-3 વિકેટ, અશ્વિને 2 તથા શમી અને ઇશાંત શર્માએ 1-1 વિકેટ ઝડપી હતી.


દક્ષિણ આફ્રિકા તરફથી સૌથી વધુ ડીન એલ્ગરે 48 રનની ઇનિંગ રમી હતી.


રવિન્દ્ર જાડેજાએ છેલ્લી વિકેટના રૂપમાં કેશવ મહારાજને 22 રને એલબીડબલ્યૂ આઉટ કર્યો હતો. આ સાથે જ ભારતે બીજી ટેસ્ટ પર કબજો જમાવી દીધો છે.

દક્ષિણ આફ્રિકાએ 9 વિકેટ ગુમાવીને 189 રન બનાવી લીધા છે, કેશવ મહારાજ 22 રન અને એનરીક નોર્જે 0 રન બનાવીને ક્રિઝ પર છે.

ઉમેશ યાદવે ભારતને સળંગ બે સફળતા અપાવી, આઠમી વિકેટ તરીકે ફિલાન્ડર (37) અને નવમી વિકેટ તરીકે કગિસો રબાડાને (4) આઉટ કર્યા હતા.

લંચ બાદ આફ્રિકાની સ્થિતિ વધુ કથળી છે, ડીકૉક બાદ તેમ્બા બવુમાને 38 રને રવિન્દ્ર જાડેજાએ રહાણેના હાથે ઝીલાવી દીધો. બાદમાં શમીએ મુથુસામીને 9 રને પેવેલિયન મોકલ્યો હતો.

લંચ બાદ રવિન્દ્ર જાડેજાએ ડીકૉકને 5 રને બૉલ્ડ કર્યો હતો.

અશ્વિને કેપ્ટન ફાક ડૂપ્લેસીસને 5 રને અને ડીન એલ્ગરને 48 રનના સ્કૉર પર પેવેલિયન મોકલ્યા હતા.

ભારતીય ટીમમાંથી ચોથા દિવસની રમતમાં ઇશાંત શર્માએ ઓપનર એઇડન મારક્રમ 0 રને એલબીડબ્લયૂ આઉટ કર્યો હતો, જ્યારે ઉમેશ યાદવે ડીબ્રૂયનને 8 રને સાહાના હાથમાં ઝીલાવી દીધો હતો.



ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે સાઉથ આફ્રિકાની ટીમ પોતાની પ્રથમ ઇનિંગમાં 275 રન પર ઓલ આઉટ થઈ ગઈ હતી. આ સાથે ટીમ ઈન્ડિયાને 326 રનની લીડ મળી હતી. ભારતે દક્ષિણ આફ્રિકાને ફોલૉઓન આપ્યુ હતુ. આફ્રિકા તરફથી મહારાજે 72 રન કર્યા હતા, જયારે ફિલેન્ડર 44 રને અણનમ રહ્યો હતો.


ભારત તરફથી અશ્વિને 4 વિકેટ, ઉમેશ યાદવે 3 વિકેટ, મોહમ્મદ શમીએ 2 અને રવિન્દ્ર જાડેજાએ 1 વિકેટ ઝડપી હતી.


પૂંછડિયા બેટ્સમેનોએ ફરી હંફાવ્યા
લંચ બ્રેકથી ટી બ્રેકની રમતમાં સાઉથ આફ્રિકાએ 61 રન ઉમેરી 2 વિકેટ ગુમાવી હતી. આઠમી વિકેટ 59મી ઓવરમાં પડી ગઈ હોવા છતાં 77 મી ઓવર સુધી ભારત વિકેટ પાડી શક્યું નહોતું અને ટી બ્રેક જાહેર કરાયો હતો. ગત મેચની જેમ આ વખતે પણ ભારતને પૂંછડીયા બેટ્સમેન હંફાવી ગયા હતા.

ભારતે 601/5 પર દાવ કર્યો ડિકલેર
ભારતે દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટેસ્ટમાં પુણે ખાતે 601/5 દાવ ડિક્લેર કર્યો હતો. ભારત માટે કપ્તાન વિરાટ કોહલીએ સાતમી બેવડી સદી ફટકારતાં 254* રન કર્યા હતા. તે સિવાય ઓપનર મયંક અગ્રવાલે 108 રન કર્યા હતા. જ્યારે ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ 91 રનની ઉપયોગી ઇનિંગ્સ રમી હતી. કોહલીએ ટેસ્ટમાં પોતાનો સર્વાધિક સ્કોર નોંધાવ્યો હતો. દક્ષિણ આફ્રિકા માટે કગીસો રબાડાએ 3 વિકેટ, જ્યારે કેશવ મહારાજ અને એસ મુથુસામીએ 1-1 વિકેટ લીધી હતી. કોહલીની કપ્તાનીમાં ભારતે 10મી વાર 600થી વધુ રન કર્યા છે.