નવી દિલ્હી:  ભારતે મેચ જીતવા આપેલા 395 રનના લક્ષ્યાંક સામે સાઉથ આફ્રિકાએ ચોથા દિવસની રમતના અંતે 1 વિકેટના નુકસાન પર 11 રન બનાવ્યા હતા. માર્કરામ 3 અને બ્રુયાન 5 રને રમતમાં હતા. ભારત તરફથી જાડેજાએ 1 વિકેટ ઝડપી હતી. મેચના અંતિમ અને પાંચમા દિવસે સાઉથ આફ્રિકાને જીતવા 384 રન અને ભારતને 9 વિકેટની જરૂર છે.


આ પહેલા ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે વિશાખાપટ્ટનમમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટના ચોથા દિવસે ભારતીય ટીમે 4 વિકેટે 323 રને ઇનિંગ ડિકલેર કરી દીધી હતી. રોહિત શર્માએ સતત બીજી સદી ફટકારતા બીજી ઇનિંગમાં 127 રન બનાવ્યા હતા. જ્યારે પુજારા 81 રન અને રવિન્દ્ર જાડેજાએ 40 રન બનાવ્યા હતા. મયંક અગ્રવાલ માત્ર 7 રન જ બનાવી શક્યો હતો. વિરાટ કોહલી(31) અને અજીંક્ય રહાણે(27) નોટ આઉટ રહ્યાં હતા.

આ પહેલા પ્રથમ ઇનિંગમા ભારતીય ટીમે 136 ઓવર રમીને 502/7 પ્રથમ ઇનિંગ ડિકલેર કરી દીધી હતી. ભારત તરફથી મયંક અગ્રવાલે ડબલ સેન્ચૂરી(215) ફટકારી હતી. જ્યારે રોહિત શર્માએ 176 રન બનાવ્યા હતા. તેના જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ પોતાની પ્રથમ ઇનિંગમાં 431 રનો પર ઓલઆઉટ થઈ ગઈ હતી. તેના આધારે ભારતને 71 રનની લીડ મળી હતી.

Back to back ????s for the HITMAN. What a player ???????? pic.twitter.com/fhNkhvik2i