નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના ખભ્ભાના નિચલા ભાગમાં લંડનમાં સફળ સર્જરી કરવામાં આવી છે. પંડ્યાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીર પોસ્ટ કરીને આ જાણકારી આપી છે. આ પોસ્ટમાં તેણે લખ્યું, “સર્જરી સફર રહી. તમારુ દુઆઓ માટે બધાનો આભાર. ટૂંકમાં જ વાપસી કરીશ! ત્યાં સુધી મને નિસ કરતા રહો.”


મળતી માહિતી મુજબ હાર્દિક પંડ્યાની લંડન ખાતે આવેલ એક હોસ્પિટલમાં સફળ સર્જરી થઈ છે. હાર્દિકને પીઠના નીચલા ભાગમાં ગંભીર ઇજાના કારણે તેને આ સર્જરી કરાવી પડી છે. જોકે હવે હાર્દિકને ઓછામાં ઓછા પાંચ મહિના સુધી આરામ કરવાની જરૂર છે. જેથી તેઓ પાંચ મહિના સુધી મેદાનથી દૂર રહશે. સર્જરી સફળ રહ્યા બાદ હાર્દિકે તેની એક તસવીર પોસ્ટ કરી છે અને સાથે ભાવુક પોસ્ટ પણ ફેન્સ માટે લખી છે.


આ સાથે હાર્દિકે હોસ્પિટલના બેડ પર આરામ કરતાની એક તસવીર પોસ્ટ કરી છે. આપને જણાવી દઈએ કે વડોદરાના આ ઓલરાઉન્ડરને ઇજાના કારણે સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ સિરીઝમાં ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. ઉપરાંત ઝડપી બોલર જસપ્રીત બુમરાહ પણ ઇજાના કારણે ટીમાંથી બહાર છે.