નવદીપ સૈનીઃ ફાસ્ટ બોલર નવદીપ સૈની અત્યાર ટી20 કરિયરમાં ત્રણ મેચ રમ્યો છે અને 5 વિકેટ લીધી છે. આ દરમિયાન તેની સરેરાશ 7.09ની રહી છે. વેસ્ટ ઈન્ડિઝ સામે તેનું શાનદાર પ્રદર્શન રહ્યું હતું. સાઉથ આફ્રિકા સામે પણ તેની પાસેથી આવા જ દેખાવની આશા છે.
કૃણાલ પંડ્યાઃ કૃણાલ પંડ્યાએ ડેબ્યૂ કર્યું ત્યારથી લઈ તે શાનદાર સ્પિન ઓલરાઉન્ડર તરીકે શાનદાર પ્રદર્શન કરતો રહ્યો છે. કોહલી તેનો કટોકટીની ક્ષણોમાં ઉપયોગ કરી છે. પરંતુ તેણે સાતત્યસભર દેખાવ કરવાની જરૂર છે.
રિષભ પંતઃ વિરાટ કોહલી અને સિલેક્શન કમિટી ભારતના વિકેટકિપર તરીકે પંતને નક્કી કરી ચક્યા ચે. તેણે 17 ઈનિંગમાં 121ના સ્ટ્રાઇક રેટથી 302 રન બનાવ્યા છે. જો તે સારો દેખાવ નહીં કરે તો ઈશાન કિશન ટક્કર આપી શકે છે. ઈશાન પણ છેલ્લા થોડા સમયથી શાનદાર પ્રદર્શન કરતો આવ્યો છે.