રાંચીઃ સાઉથ આફ્રિકા સામે રમાઇ રહેલી સીરિઝની ત્રીજી અને અંતિમ ટેસ્ટના બીજા દિવસે ભારતે પ્રથમ ઈનિંગ 9વિકેટના નુકસાન પર 497 રન બનાવી ડિકલેર કરી હતી. રોહિત શર્મા કરિયરની પ્રથમ બેવડી સદી બનનાવી આઉટ થયો હતો. તેણે 212 રનની શાનદાર ઈનિંગ રમી હતી. જેમાં 28 ચોગ્ગા અને 6 તોતિંગ છગ્ગા ફટકાર્યા હતા. રહાણેએ 115 રન ફટકાર્યા હતા. જાડેજાએ 51 અને ઉમેશ યાદવે 31 રનનું યોગદાન આપ્યું હતું. સાઉથ આફ્રિકા તરફથી જ્યોર્જ લિન્ડેએ 4 અને રબાડાએ 3 વિકેટ ઝડપી હતી. જેના જવાબમાં ઝાંખા પ્રકાશના કારણે પ્રથમ દિવસની રમત બંધ રહી ત્યારે સાઉથ આફ્રિકાએ 2 વિકેટના નુકસાન પર 9 રન બનાવ્યા હતા. શમી અને ઉમેશ યાદવે 1-1 વિકેટ ઝડપી હતી.


ભારતીય ઈનિંગમાં રોહિત શર્માની બેવડી સદી બાદ ઉમેશ યાદવની 10 બોલની ઈનિંગ આકર્ષણનું કેન્દ્ર રહી હતી. ઉમેશ યાદવે 10 બોલમાં 5 ગગનચુંબી છગ્ગાની મદદથી 31 રન બનાવ્યા હતા. જેની સાથે જે તેણે બે મોટા રેકોર્ડ બનાવ્યા હતા.

સ્ટીફન ફ્લેમિંગને રાખ્યો પાછળ

ઉમેશ યાદવ ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં સૌથી ઝડપી 30 કે તેથી વધુ રન બનાવનારો વિશ્વનો પ્રથમ ખેલાડી બની ગયો છે. તેણે સ્ટીફન ફ્લેમિંગને પાછળ રાખીને આ રેકોર્ડ તેના નામે કર્યો હતો. ન્યૂઝીલેન્ડના દિગ્ગજ ખેલાડી સ્ટીફન ફ્લેમિંગે 2004માં સાઉથ આફ્રિકા સામે 11 બોલમાં અણનમ 31 રન ફટકાર્યા હતા. જ્યારે વેસ્ટ ઈન્ડિઝના નેમ મેકલર્ને 1998માં સાઉથ આફ્રિકા સામે 12 બોલમાં 31 રન બનાવ્યા હતા.

310ના સ્ટ્રાઇક રેટથી બનાવ્યા રન

ઉમેશ યાદવે 310ના સ્ટ્રાઇક રેટથી 31 રન બનાવ્યા હતા. જે ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં 10 કે તેથી વધુ બોલ રમ્યા બાદનો સૌથી વધુ સ્ટ્રાઇક રેટ છે. આ રેકોર્ડ પણ ઉમેશ યાદવે બનાવ્યો હતો.

મહિસાગર, તાપીના વાતાવરણમાં આવ્યો પલટો, ખેડૂતોની વધી ચિંતા

રોહિત શર્માએ બેવડી સદી ફટકારીને રચ્યો ઈતિહાસ, આ કારનામું કરનારો બન્યો પ્રથમ ભારતીય બેટ્સમેન, જાણો વિગતે

ગુજરાત સરકારે 2020ની રજાઓ કરી જાહેર, જુઓ સંપૂર્ણ લિસ્ટ