રાંચીઃ સાઉથ આફ્રિકા સામે રમાઇ રહેલી સીરિઝની ત્રીજી અને અંતિમ ટેસ્ટના બીજા દિવસે ભારતે પ્રથમ ઈનિંગ 9વિકેટના નુકસાન પર 497 રન બનાવી ડિકલેર કરી હતી. રોહિત શર્મા કરિયરની પ્રથમ બેવડી સદી બનનાવી આઉટ થયો હતો. તેણે 212 રનની શાનદાર ઈનિંગ રમી હતી. જેમાં 28 ચોગ્ગા અને 6 તોતિંગ છગ્ગા ફટકાર્યા હતા. રહાણેએ 115 રન ફટકાર્યા હતા. જાડેજાએ 51 અને ઉમેશ યાદવે 31 રનનું યોગદાન આપ્યું હતું. સાઉથ આફ્રિકા તરફથી જ્યોર્જ લિન્ડેએ 4 અને રબાડાએ 3 વિકેટ ઝડપી હતી.



આ દરમિયાન રોહિત શર્માએ એક મોટો રેકોર્ડ બનાવ્યો હતો. રોહિત શર્માએ સિક્સ મારીને બેવડી સદી પૂરી કરી હતી. તે છગ્ગો ફટકારીને બેવડી સદી પૂરી કરનારો ભારતનો પ્રથમ બેટ્સમેન બન્યો છે. બેવડી સદીની સાથે રોહિત શર્મા એક ટેસ્ટ સીરિઝમાં 500 રન બનાવનારો પાંચમો ભારતીય ઓપનર બની ગયો છે. આ પહેલા વિનોદ માંકડ, બુદ્ધી કુંદેરમ, સુનીલ ગાવસ્કર અને વીરેન્દ્ર સેહવાગ એક ટેસ્ટ સીરિઝમાં 500 રન બનાવ્યા હતા. ગાવસ્કરે આ કારનામું પાંચ વખત કર્યું છે.



રોહિતની બેવડી સદીની સાથે દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ સીરિઝમાં ભારત તરફથી ત્રણ બેવડી સદી લાગી ચુકી છે. વિશાખાપટ્ટનમમાં મયંક અગ્રવાલે અને પુણેમાં કેપ્ટન કોહલીએ ડબલ સેન્ચુરી લગાવી હતી. 1955-56 બાદ પ્રથમ વખત ભારતીય ટીમના બેટ્સમેનોએ એક વર્ષમાં ત્રણ બેવડી સદી ફટકારી છે. 1955-56માં ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોએ આ રેકોર્ડ બનાવ્યો હતો.



રોહિત શર્મા ટેસ્ટ અને વન ડે ઈન્ટરનેશનલમાં 200+ નો સ્કોર કરનારો ચોથો બેટ્સમેન બની ગયો છે. આ પહેલા સચિન તેંડુલકર, વીરેન્દ્ર સેહવાગ અને ક્રિસ ગેઇલ આ ઉપલબ્ધિ હાંસલ કરી ચુક્યા છે.

ગુજરાત સરકારે 2020ની રજાઓ કરી જાહેર, જુઓ સંપૂર્ણ લિસ્ટ

હિટમેન રોહિત શર્માએ ડોન બ્રેડમેનનો મોટો રેકોર્ડ તોડ્યો, જાણીને ચોંકી જશો