ગુવાહાટીઃ ટીમ ઈન્ડિયા રવિવારે શ્રીલંકા સામે T20 રમીને નવા વર્ષમાં ક્રિકેટની શરૂઆત કરશે. ગુવાહાટીના બરસારા ક્રિકેટ સ્ટેડિયમમાં બંને ટીમો ત્રણ મેચ પૈકીની પ્રથમ ટી20 રમશે. શ્રીલંકા સામે રમાનારી ત્રણ મેચની T20 શ્રેણીમાં રોહિત શર્મા અને મોહમમ્દ શમીને આરામ આપવામાં આવ્યો છે, જ્યારે ટીમમાં શિખર ધવન અને જસપ્રીત બુમરાહની વાપસી થઈ છે.

ભારત અને શ્રીલંકાની ટીમ 22 મહિના બાદ પ્રથમ વખત T20 ક્રિકેટમાં આમને-સામને ટકરાશે.  ભારતીય સમય પ્રમાણે, જ્યારે 6.30 કલાકે ટૉસ થશે, જ્યારે 7.00 કલાકે મેચ શરૂ થશે. ભારતે શ્રીલંકા સામે અત્યાર સુધીમાં કુલ 16 ટી20 મેચ રમી છે. જેમાં ભારતનો 11 મેચમાં વિજય થયો છે અને 5 મેચમાં હાર થઈ છે.

ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનારી પ્રથમ ટી20 મેચનું લાઇવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર થશે. Star Sports 1 અને Star Sports 1 HD પરથી અંગ્રેજીમાં તથા Star Sports 3 અને Star Sports 3 HD પરથી હિન્દીમાં કોમેન્ટ્રી પ્રસારિત થશે.  આ ઉપરાંત ડીડી સ્પોર્ટ્સ પરથી પણ લાઇવ ટેલિકાસ્ટ થશે. મેચનું ઓનલાઇન સ્ટ્રીમિંગ હૉટસ્ટાર પરથી જોઈ શકાશે.

શ્રીલંકા સામે T20 સીરિઝ માટે જાહેર થયેલી ભારતીય ટીમઃ વિરાટ કોહલી, શિખર ધવન, કેએલ રાહુલ, શ્રેયર ઐયર, મનીષ પાંડે, સંજુ સેમસન, રિષભ પંત, શિવમ દુબે, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, નવદીપ સૈની, જસપ્રીત બુમરાહ, વોશિંગ્ટન સુંદર


ખેડૂતો માટે માઠા સમાચાર, વાતાવરણમાં ફરી આવશે પલટો, જાણો રાજ્યમાં કઈ જગ્યાએ પડશે વરસાદ