કોલંબોઃ કેપ્ટન શિખર ધવન અને કૉચ રાહુલ દ્રવિડની આગેવાનીમાં શ્રીલંકા પ્રવાસમાં ગયેલી ટીમ ઇન્ડિયામાં હાલ ફૂલ ફોર્મમાં છે. ત્રણ મેચોની વનડે સીરીઝમાં ટીમ ઇન્ડિયાએ પ્રથમ બે વનડે મેચ જીતીને સીરીઝ પર કબજો જમાવી દીધો છે. હવે આજે ત્રીજી મેચ રમાઇ છે, જેમાં કેપ્ટન અને કૉચે નવા યુવા ખેલાડીઓને તક આપી છે. આજની મેચમાં પાંચ યુવાઓને વનડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કેપ મળી છે, જેમાં ગુજરાતના ધાકડ બૉલર ચેતન સાકરિયા પણ સામેલ છે. ચેતન સાકરિયાએ ધવનની આગેવાનીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ છે. આજની મેચમાં ભારત તરફથી સંજૂ સેમસન, નીતિશ રાણા, કે.ગૌતમ, સાકરિયા અને રાહુલ ચાહરને ડેબ્યૂ કેપ આપવામાં આવી છે. 


આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ (RR) તરફથી રમી રહેલો ગુજરાતી ક્રિકેટર ચેતન સાકરીયા (Chetan Sakariya)ના પિતાનું થોડા મહિના પહેલા કોરોના વાયરસથી અવસાન થયું હતું. ડાબોડી ફાસ્ટ બોલર ચેતન સાકરીયાએ 2021માં તેની પ્રથમ ભારતીય પ્રીમિયર લીગ સીઝન રમી હતી અને તેની બોલિંગથી દરેકનું દીલ જીતી લીધું હતું. સાકરિયાએ આ સીઝનમાં રાજસ્થાન માટે સાત મેચ રમી હતી, જેમાં પ્રતિ ઓવરમાં 8.22 રનની ઇકોનોમી રેટથી સાત વિકેટ લીધી હતી. 


કોણ છે ચેતન સાકરિયા-
23 વર્ષીય ચેતન સાકરિયા ગુજરાતી ક્રિકેટર છે, 28 ફેબ્રુઆરી 1998માં ચેતન સાકરિયાનો જન્મ ભાવનગરમાં થયો, સ્કૂલિંગ દરમિયાન બાદ તેને સૌરાષ્ટ્રની ઘરેલુ ક્રિકેટ ટીમમાં એન્ટ્રી કરી અને અહી તેનો પોતાની બૉલિંગથી દરેકનો ચોંકાવ્યા. ચેતન સાકરિયા એક શાનદાર ફાસ્ટ બૉલર હોવાના કારણે તેને આઇપીએલમાં ચાન્સ મળ્યો. તેને અત્યાર સુધી સાત આઇપીએલ મેચ રમી છે. આઇપીએલની વાત કરીએ તો ચેતન સાકરિયાની બેઝ પ્રાઇઝ માત્ર 20 લાખ રૂપિયા હતી. પરંતુ તેને 1.20 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો. ચેતન સાકરિયા સૌરાષ્ટ્રની ટીમ તરફથી ડોમેસ્ટિક ક્રિકેટમાં રમે છે. તે ડાબોડી ફાસ્ટ બોલર છે. આઈપીએલ 2020 (IPL 2020) માં ચેતન સાકરીયા (Chetan Sakariya) આરસીબી (RCB) સાથે યુએઈ (UAE) ગયો હતો. નેટ બોલર તરીકે આ ટીમમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ભૂમિકામાં, તેણે કોચિંગ સ્ટાફ સિમોન કૈટિચ (Simon Katich) અને માઇક હેસનને (Mike Hesson) પોતાના પ્રશંસક બનાવ્યા હતા.


આઈપીએલ સુધી પહોંચવું એ ચેતન સાકરીયા (Chetan Sakariya) માટેનું સ્વપ્ન પૂરું કરવા જેવું હતું, પરંતુ આ પ્રવાસ ખૂબ જ મુશ્કેલ હતો. 2 વર્ષ પહેલા, તેના પિતાએ ટેમ્પો ડ્રાઇવરની (Tempo Driver) નોકરી છોડી દીધી હતી જેથી તે ગુજરાતના વરતેજ (Vartej) શહેરમાં તેના પરિવારની જરૂરિયાતોને પહોંચી શકે. 5 વર્ષ પહેલા તેની પાસે ટીવી (Television) ન હતું. ત્યારે ચેતન મિત્રના ઘરે ક્રિકેટ મેચ જોતો હતો.


ટીમ ઈન્ડિયા તેના પ્રમુખ ખેલાડીઓ વિરાટ કોહલી, રોહિત શર્મા, જાડેજા અને જસપ્રીત બુમરાહ વગર રમી રહી છે. જ્યારે શ્રીલંકાની ટીમ પણ તેના ટોચના ખેલાડીઓ કુસલ પરેરા, નિરોશન ડિકવેલા, કુલસ મેંડિસ અને દનુષ્કા ગુણાથિલકા વગર ઉતરી રહી છે. બંને ટીમો પાસે ટી-20 વર્લ્ડકપ પહેલા મર્યાદીત ઓવરના ક્રિકેટમાં ખેલાડીઓની ક્ષમતા પારખવાનો સોનેરી મોકો છે.