શ્રીલંકા તરફથી ધનંજય ડી સિલ્વાએ 57 અને એન્જલો મેથ્યુઝે 31 રન કર્યા હતા. જ્યારે ભારત માટે નવદીપ સૈનીએ 3, શાર્દુલ ઠાકુર અને સુંદરે 2-2 વિકેટ અને બુમરાહે 1 વિકેટ લીધી હતી.
આ પહેલા શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ માટે ટીમ ઈન્ડિયાને આમંત્રણ આપ્યું હતું. ભારત તરફથી લોકેશ રાહુલે શાનદાર બેટિંગ કરતા 36 બોલમાં 5 ફોર અને 1 સિક્સની મદદથી 54 રન કર્યા હતા. ત્યારબાદ તે સંદકનની બોલિંગમાં પરેરા દ્વારા સ્ટમ્પ થયો હતો. શિખર ધવન પણ સંદકનની બોલિંગમાં ગુણાતિલકાના હાથે કેચ આઉટ થયો હતો. ધવને 36 બોલમાં 7 ફોર અને 1 સિક્સની મદદથી 52 રન કર્યા હતા. મનીષ પાંડે 31 રન અને શાર્દુલ 22 રન બનાવી અણનમ રહ્યાં હતા. જ્યારે સંજુ સેમસન 6 રને , સુંદર 0 રને આઉટ થયો હતો. જ્યારે કોહલી 26 રન બનાવી રન આઉટ થયો હતો.
ભારતે પોતાની પ્લેઈંગ 11માં ત્રણ ફેરફાર કર્યા હતા. સંજુ સેમસન, મનીષ પાંડે અને યૂઝવેન્દ્ર ચહલને ઋષભ પંત, શિવમ દુબે અને કુલદીપ યાદવની જગ્યાએ તક આપી હતી.
ભારતીય ટીમઃ કેએલ રાહુલ, શિખર ધવન, વિરાટ કોહલી (કેપ્ટન), શ્રેયસ અય્યર, મનિષ પાંડે, સંજૂ સેમસન, વૉશિંગટન સુંદર, શાર્દૂલ ઠાકૂર, યુજવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, નવદીપ સૈની,
3rd T20I. Sri Lanka XI: D Gunathilaka, WIA Fernando, MDKJ Perera, O Fernando, A Mathews, D Shanaka, D de Silva, W Hasaranga, L Sandakan, L Malinga, L Kumara https://t.co/AVxq9gsEuY #IndvSL @Paytm