પોર્ટ ઓફ સ્પેનઃટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત નબળી રહી છે. પ્રથમ ઓવરના ત્રીજા બોલ પર શિખર ધવન 2 રન બનાવી LBW આઉટ થયો હતો. રોહિત શર્મા 18 રન બનાવી આઉટ થયો હતો. પંત  20 રન બનાવી બ્રાથવેઇટનો શિકાર બન્યો હતો. કેપ્ટન કોહલીએ વન ડે કરિયરની 42મી સદી ફટકારી હતી. કોહલી 120 રન બનાવી બ્રાથવેઈટની ઓવરમાં આઉટ થયો હતો.


42.2 ઓવરના અંતે વરસાદે મેચ અટકકાવી હતી. તે સમયે ભારતનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 233 રન હતો. શ્રેયસ ઐયર 58 રને  અને કેદાર જાધવ 6 રને રમતમાં હતા.


ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આજે બીજી વન-ડે પોર્ટ ઓફ સ્પેનના ક્વીન્સ પાર્ક ઓવલમાં રમાઈ રહી છે. મેચમાં ભારતે ટોસ જીતીને પસંદ બેટિંગ પસંદ કરી છે. ભારતીય ટીમમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી.


ક્રિસ ગેઇલ તેના વન ડે કરિયરની 300મી મેચ રમી રહ્યો છે. આ સાથે જ તે વિન્ડિઝ તરફથી સૌથી વધુ વન ડે રમનારો ખેલાડી બની ગયો છે. બ્રાયન લારા વેસ્ટ ઈન્ડિઝ તરફથી 299 વન ડે રમ્યો હતો.

બંન્ને દેશો વચ્ચેની પ્રથમ વન-ડે વરસાદના કારણે ધોવાઇ ગઇ હતી.

કોહલીએ તોડ્યો મિયાંદાદનો મોટો રેકોર્ડ, વેસ્ટ ઈન્ડિઝ સામે મેળવી આ સિદ્ધી, જાણો વિગતે

મુંબઈની હોટલે 2 ઈંડાનું બિલ પકડાવ્યું 1700 રૂપિયા, લોકોને યાદ આવી રાહુલ બોસની ઘટના