નવી દિલ્હીઃ ભારતનો વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ પૂરો થઈ ગયો છે. ટીમ ઇન્ડિઆએ છેલ્લે ટેસ્ટ શ્રેણી 2-0થી જીતી હતી. આ જીત સાથે કેપ્ટન કોહલી ભારતનો સૌથ સફળ કેપ્ટ બની ગયો છે. જોકે ટેસ્ટ શ્રેણીની બીજી ટેસ્ટની બીજી ઇનિંગ્સમાં એવી ઘટના બની જે 132 વર્ષના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ઈતિહાસમાં પ્રથમ વખત બની હતી. કારણ કે પ્રથમ વખત ક્રિકેટમાં 12 બેટ્સમેનોએ બેટિંગ કરી હતી.

વેસ્ટ ઇન્ડીઝ(West Indies)ની ટીમ જ્યારે બીજી ઇનિંગ્સમાં બેટિંગ કરી હતી ત્યારે ડેરેન બ્રાવોને જસપ્રીત બુમરાહનો બોલ માથામાં વાગ્યો હતો અને ઇજાગ્રસ્ત થયો હતો. બ્રાવો ત્રીજા દિવસે બુમરાહના બાકી બચેલ બે બોલ રમ્યો હતો. ચોથા દિવસે પણ બેટિંગ માટે મેદાનમાં આવ્યો હતો. જોકે ત્રણ ઓવર પછી રિટાયર્ડ હર્ટ થવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે તે 23 રને બેટિંગ કરી રહ્યો હતો. બાદમાં ડોક્ટરોએ તેને ન રમવાની સલાહ આપી હતી. જેથી બ્રાવોના સ્થાને જેરેમી બ્લેકવુડ કન્કશન સબ્સિટ્યૂટ (concussion substitute) તરીકે મેદાનમાં આવ્યો હતો. તેણે આ મેચમાં 38 રન બનાવ્યા હતા.

એશિઝ શ્રેણી (Ashes Series)માં માર્નસ લાબુશેન(Marnus Labuschagne) કન્કશન સબ્સિટ્યૂટ રીતે મેદાનમાં ઉતરનાર પ્રથમ ખેલાડી હતો. જોકે તે લોર્ડ્સ ટેસ્ટની બીજી ઇનિંગ્સમાં બેટિંગ માટે ઉતર્યો હતો. સ્ટિવ સ્મિથ આ ટેસ્ટની બીજી ઇનિંગ્સમાં મેદાન ઉપર ઉતર્યો ન હતો. આવા સમયે જ્યારે જેરેમી બ્લેકવુડ સાથી ખેલાડી ડેરેન બ્રાવોના સ્થાને બેટિંગ માટે ઉતર્યો તો તેનું નામ ઇતિહાસમાં નોંધાયું હતું. બુમરાહના બોલ પર આઉટ થતા પહેલા બ્લેકવુડે બ્રૂક્સ સાથે 61 રનની ભાગીદારી કરી હતી.