140 કિલોનો વેસ્ટ ઈન્ડિઝનો ખેલાડી રમવા માટે ગ્રાઉન્ડ પર આવતો હતો ને ઈન્ડિયાના કયા ખેલાડીએ કરી નાખી મજાક? જુઓ વીડિયો
abpasmita.in | 11 Aug 2019 12:33 PM (IST)
એક મેચમાં 140 કિલો વજન ધરાવનાર રહકીમ કોનેવોલ બેટિંગ કરવા માટે મેદાનમાં આવી રહ્યો હતો તે દરમિયાન દીપક ચહલ તેની નકલ કરતો કરતો તેની નજીક પહોંચી ગયો હતો.
ઓફ સ્પિનર ઓલ રાઉન્ડર રહકીમ કોનેવોલને ભારતની વિરુદ્ધ રમાવનારી બે મેચોની ટેસ્ટ સીરિઝ માટે વેસ્ટ ઈન્ડિઝ ટીમમાં જોરદાર ઘટના બની હતી. જેને ટીમ ઈન્ડિયાના ખેલાડી દીપક ચહલે અંજામ આપ્યો હતો. જ્યારે ભારત એ વેસ્ટ ઈન્ડિઝ એની વિરુદ્ધ અનૌપચારિક વન-ડે મેચની સીરિઝ રમી રહ્યું હતું ત્યારે એક મેચમાં 140 કિલો વજન ધરાવનાર રહકીમ કોનેવોલ બેટિંગ કરવા માટે મેદાનમાં આવી રહ્યો હતો તે દરમિયાન દીપક ચહલ તેની નકલ કરતો કરતો તેની નજીક પહોંચી ગયો હતો. પરંતુ દીપક ચહલ છેલ્લી ઘડીએ આ બેટ્સમેનનની સામેથી હટી ગયો હતો એટલે ટકરાતાં બચી ગયો હતો. દીપક ચહલ અને રહકીમ કોનેવોલનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો જોઈને લોકો કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે.