IND vs WI: બીજા દિવસના અંતે વેસ્ટ ઈન્ડિઝ 94/6, ટીમ ઈન્ડિયાના બોલરોનો તરખાટ
ટૉસ જીતીને પહેલા બેટિંગ કરતાં ટીમ ઇન્ડિયાએ પોતાની પહેલી ઇનિંગમાં 9 વિકેટ ગુમાવીને 649 રન બનાવીને ડિકલેર કરી દીધી છે. જ્યારે વેસ્ટઇન્ડિઝે બીજા દિવસ અંતે પોતાની પ્રથમ ઇનિંગમાં 6 વિકેટ ગુમાવી 94 રન બનાવી લીધા છે. મોહમ્મદ શમીએ 2 અને અશ્વિન-જાડેજા- કુલદીપ યાદવે 1-1 વિકેટ ઝડપી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટીમ ઇન્ડિયા તરફથી ઓપનિંગ બેટ્સમેન પૃથ્વી શૉએ 134 રન, કેપ્ટન વિરાટ કોહલીએ 139 રન અને રવિન્દ્ર જાડેજાએ 100 રન બનાવ્યા છે.
નોંધનીય છે કે, ભારત સામે ભારતમાં વેસ્ટ ઇન્ડિઝને ટેસ્ટ મેચ જીતતા 24 વર્, થઇ ગયા છે. વેસ્ટ ઇન્ડિઝે છેલ્લે ભારતમાં 1994માં જીત નોંધાવી હતી.
કોહલીએ 123 ઇનિંગમાં 24 ટેસ્ટ સદી ફટકારી છે. વર્લ્ડ ક્રિકેટમાં વિરાટથી આગળ માત્ર ઓસ્ટ્રેલિયાનો પૂર્વ દિગ્ગજ ડૉન બ્રેડમેન છે, જેને 66 ઇનિંગોમાં 24 ટેસ્ટ સદી ફટકારી છે.
ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ પોતાની ટેસ્ટ કેરિયરનું 24મુ શતક ફટાકાર્યુ છે. સૌથી ઓછી ઇનિંગમાં 24 સદી ફટકારનારા કોહલીએ ઓસ્ટ્રેલિયાના ગ્રેગ ચેપલ, પાકિસ્તાનના મોહમ્મદ યુસુફ અને વેસ્ટ ઇન્ડિઝના દિગ્ગજ વિવ રિચાર્ડ્સને પાછળ પાડી દીધા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -