એન્ટિગુઆ: ટીમ ઈન્ડિયા વેસ્ટ ઇન્ડિઝ સામે પ્રથમ ટેસ્ટના બીજા દિવસે 297 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. રવીન્દ્ર જાડેજા પોતાના વનડે કરિયરની 11મી ફિફટી ફટકારતા 112 બોલમાં 6 ચોગ્ગા અને 1 છોગ્ગાની મદદથી 58 રન કર્યા હતા. વિન્ડીઝ માટે કેમર રોચે 4 વિકેટ, શેનોન ગેબ્રિયલે 3 વિકેટ, રોસ્ટન ચેઝે 2 વિકેટ અને જેસન હોલ્ડરે 1 વિકેટ લીધી હતી.


ઇશાંત શર્માએ રવિન્દ્ર જાડેજાનો સારો સાથ આપતા બંનેએ આઠમી વિકેટ માટે 60 રન જોડ્યા હતા. ઇશાંતે 62 બોલમાં 1 ચોક્કાની મદદથી 19 રન કર્યા હતા. આ પહેલા પંત 24 રન બનાવી આઉટ થયો હતો. તે કેમર રોચની બોલિંગમાં જેસન હોલ્ડરના હાથે કેચ આઉટ થયો હતો.


પ્રથમ દિવસના અંતે ભારતે 6 વિકેટ ગુમાવીને 203 રન કર્યા ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરનાર જેસન હોલ્ડરનો નિર્ણય સાચો સાબિત થયો હતો. વિરાટ કોહલી, મયંક અગ્રવાલ અને ચેતેશ્વર પુજારા સિંગલ ડીજીટમાં આઉટ થતા ટીમે 25 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. તે પછી અજિંક્ય રહાણે, લોકેશ રાહુલ અને હનુમા વિહારીએ બાજી સંભાળી હતી. અજીંક્ય રહાણેએ 163 બોલમાં 10 ચોગ્ગા સાથે 81 રન બનાવ્યા હતા જ્યારે લોકેશ રાહુલ 44 રન બનાવ્યા હતા.

ભારતે પોતાની પ્લેઈંગ ઇલેવનમાં ત્રણ ફાસ્ટ બોલર્સ અને એક સ્પિનરને રમાડ્યો છે. ટીમમાં રવિન્દ્ર જાડેજાને રવિચંદ્રન અશ્વિન અને કુલદીપ યાદવની જગ્યાએ સ્પિનર તરીકે સ્થાન મળ્યું છે. જયારે રોહિત શર્માની જગ્યાએ હનુમા વિહારીને રમાડવામાં આવ્યો છે.

ટીમ ઈન્ડિયા: લોકેશ રાહુલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, હનુમા વિહારી, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા, ઇશાંત શર્મા, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહ

વેસ્ટ ઇન્ડિઝ: ક્રેગ બ્રેથવેટ, જોન કેમ્પબેલ, શાઈ હોપ, ડેરેન બ્રાવો, શિમરોન હેટમાંયર, રોસ્ટન ચેઝ, શમરહ બ્રુક્સ, જેસન હોલ્ડર, મિગેલ કમિન્સ, કેમર રોચ અને શેનોન ગેબ્રિયલ