Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
માતાનો ભક્ત છે વેસ્ટ ઇન્ડીઝનો આ ક્રિકેટર, નવરાત્રીમાં રાખે છે ઉપવાસ
નવી દિલ્હીઃ વેસ્ટઇન્ડીઝની ટીમ બે ટેસ્ટ મેચ, પાંચ વનડે અને ત્રણ ટી20 મેચની સીરીઝ રમવા માટે ભારતના પ્રવાસે છે. જોકે કેરેબિયન ટીમની શરૂઆત કંઈ ખાસ ન રહી અને રાજકોટમાં તેમને કારમી હારનો સામનો કરવો પડ્યો અને હવે તેની નજર હૈદ્રાબાદ ટેસ્ટ પર છે, જે જીતીને તે ટેસ્ટ સીરીઝ 1-1થી બરાબર કરવા માગશે. તેના માટે કેરેબિયન ટીમ હૈદ્રાબાદ પહોંચી ચૂકી છે અને આ દરમિયાન ટીમના લેગ સ્પિનર દેવેન્દ્ર બિશૂની હોટલમાં રૂમ પસંદ કરવાની રીત જોઈને બધા ચોંકી ગયા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહોટલમાં રૂમ લેતા પહેલા બિશૂ તપાસ કરે છે કે તેના નાના મંદિરને લગાવવા માટે સૂર્ય કઈ દિશા તરફ છે. આટલું જ નહીં ટીમ મોટી રાત્રે પહોંચી પણ વેસ્ટ ઇન્ડીઝ ટીમનો આ સ્ટાર સ્પિનર સૂર્યને જોવા માટે બીજા દિવસે સવારે વહેલો ઉઠી ગયો હતો. આ પછી બિશૂએ રૂમમાં પોતાના મંદિરને વ્યવસ્થિત કર્યું હતું. ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, 32 વર્ષના ભારતીય મૂળના આ ખેલાડીએ કહ્યું હતું કે તે પોતાની ટીમના બાકી સાથીઓની સરખામણીએ વહેલા ઉઠી જાય છે. તે મેદાન પર જતા પહેલા સવારે પૂજા કરે છે અને ગાયત્રી મંત્ર સાંભળે છે.
સાત વર્ષમાં બિશૂ પ્રથમ વખત ભારતના પ્રવાસે આવ્યો છે. તેના માટે આ તક છે કે તે પોતાના પૂર્વજોની ધરતી વિશે વધારે જાણે. બિશૂએ કહ્યું હતું કે રાજકોટ ટેસ્ટ દરમિયાન તેને કેટલીક લિંક મળી હતી અને તેના પંડિતે કહ્યું હતું કે તે લોકો ગુજરાતથી આવ્યા હતા. આ સ્પિનરે ખુલાસો કર્યો હતો કે તે નવરાત્રીમાં મીટથી દૂર રહે છે અને ઉપવાસ રાખે છે. તે કૃષ્ણ જયંતી, હનુમાન જયંતી અને ગુરુવારે પણ ઉપવાસ રાખે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -