આજે ભારત-વેસ્ટઇન્ડિઝ વચ્ચે પ્રથમ વનડે, કેટલા વાગે ને કઈ ચેનલ પર થશે લાઈવ ટેલિકાસ્ટ? જાણો વિગત
નવી દિલ્હીઃ ભારત આજથી પાંચ વનડે મેચોની સીરીઝ રમવા વેસ્ટઇન્ડિઝ સામે મેદાનમાં ઉતરશે. એશિયા કપમાં ઇજાના કારણે ટીમની બહાર રહેલો કેપ્ટન કોહલી ટીમમાં વાપસી કરશે. આજની મેચમાં કેટલાક યુવા ખેલાડીઓને તક આપવામાં આવશે. જેમાં રિષભ પંત અને ખલીલ અહેમદનો સમાવેશ કરવામાં આવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાંચ મેચોની વનડે સીરીઝમાં આજે ભારત અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે પહેલી વનડે મેચ ગૌહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.
આજની મેચની ઓનલાઇન લાઇવ સ્ટ્રીમિંગ તમે હૉટસ્ટાર, જિયો ટીવી પર જોઇ શકશો.
પહેલી વનડે મેચ ભારતીય સમાયાનુસાર બપોરે 1.30 વાગે શરૂ થશે. મેચનું લાઇવ બ્રૉડકાસ્ટિંગ સ્ટાર સ્પોર્ટ્સ 1/HD અને હિન્દી કૉમેન્ટ્રી માટે સ્ટાર સ્પોર્ટ્સ હિન્દી HD પર જોઇ શકાશે.
ભારતીય વનડે ટીમઃ વિરાટ કોહલી(કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), શિખર ધવન, અંબાતી રાયડૂ, રિષભ પંત, મહેન્દ્ર સિંહ ધોની, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, ખલીલ અહમદ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -