ફ્લોરિડાઃ યજમાન વેસ્ટ ઈન્ડિઝ સામેની 3 ટી20 મેચની શ્રેણી પૈકીની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ટૉસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો.  વેસ્ટ ઈન્ડિઝે 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 95 રન બનાવ્યા હતા. ભારત તરફથી તમામ બોલરો વિકેટ લીધી હતી. ભારતના તમામ બોલરોએ ટી20માં વિકેટ લીધી હોય તેવી ટીમ ઈન્ડિયાની આ માત્ર ત્રીજી મેચ હતી. ભારત તરફથી ડેબ્યૂ મેન નવદીપ સૈનીએ 3, ભુવનેશ્વર કુમારે 2, વોશિંગ્ટન સુંદરે 1, રવિન્દ્ર જાડેજાએ 1, કૃણાલ પંડ્યાએ 1 અને ખલીલ અહમદે 1 વિકેટ ઝડપી હતી. ભારતના તમામ બોલરોએ ટી20 આંતરરાષ્ટ્રીયમાં વિકેટ ઝડપી હોય તેવી પ્રથમ ઘટના 2011માં બની હતી. ડરબનમાં સાઉથ  આફ્રિકા સામે ટીમ ઈન્ડિયાના તમામ બોલરોએ વિકેટ ઝડપી હતી. જે બાદ 2016માં મિરપુરમાં યુએઈ સામે પણ ભારતના તમામ બોલરોએ વિકેટ લીધી હતી. INDvWI: નવદીપ સૈનીએ ડેબ્યૂ મેચમાં જ બનાવ્યો મોટો રેકોર્ડ, જાણો વિગતINDvWI: વર્લ્ડકપમાં શાનદાર દેખાવ કરનારા આ આક્રમક ખેલાડીની પ્રથમ T20માં થઈ અવગણના, જાણો વિગત