ફ્લોરિડાઃ યજમાન વેસ્ટ ઈન્ડિઝ સામેની 3 ટી20 મેચની શ્રેણી પૈકીની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ટૉસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટીમ ઈન્ડિયાએ આ મેચમાં વર્લ્ડકપમાં શાનદાર ફોર્મમાં રહેલા લોકેશ રાહુલને સ્થાન આપ્યું નથી. જેના કારણે અનેક ક્રિકેટ ચાહકોને આશ્ચર્ય થયું છે.
વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં અંગૂઠામાં થયેલી ઈજા બાદ સ્વદેશ પરત ફરેલા શિખર ધવનનું ફરી ટીમમાં પુનરાગમન થયું છે. આજની મેચમાં કૃણાલ પંડ્યા અને રવિન્દ્ર જાડેજા એમ બે ગુજરાતી પણ રમી રહ્યા છે.
લોકેશ રાહુલે વર્લ્ડકપની 9 મેચમાં એક સદી સાથે 360 રન બનાવ્યા હતા. લોકેશ રાહુલે છેલ્લે આ મેદાન પર વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ સદી ફટકારી હતી.
ટીમ ઈન્ડિયા આ પ્રમાણે છેઃ શિખર ધવન, રોહિત શર્મા, વિરાટ કોહલી, મનીષ પાંડે, રિષભ પંત, કૃણાલ પંડ્યા, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, વોશિંગ્ટન સુંદર, ખલીલ અહમદ, નવદીપ સૈની
ગુજરાતના કેટલા જળાશયો 100 ટકા ભરાઈ ગયા, સરદાર સરોવરમાં કેટલા ટકા છે પાણી, જાણો વિગત
ન્યૂઝીલેન્ડના આ સ્ટાર ખેલાડીને કોહલીને લઈ મજાક કરવી પડી ભારે, ફેન્સે કરી દીધો ટ્રોલ
INDvWI: વર્લ્ડકપમાં શાનદાર દેખાવ કરનારા આ આક્રમક ખેલાડીની પ્રથમ T20માં થઈ અવગણના, જાણો વિગત
abpasmita.in
Updated at:
03 Aug 2019 07:49 PM (IST)
વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં અંગૂઠામાં થયેલી ઈજા બાદ સ્વદેશ પરત ફરેલા શિખર ધવનનું ફરી ટીમમાં પુનરાગમન થયું છે. આજની મેચમાં કૃણાલ પંડ્યા અને રવિન્દ્ર જાડેજા એમ બે ગુજરાતી પણ રમી રહ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -