ફ્લોરિડાઃ યજમાન વેસ્ટ ઈન્ડિઝ સામેની 3 ટી20 મેચની શ્રેણી પૈકીની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ટૉસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતના બોલરોએ કેપ્ટનના નિર્ણયને યથાર્થ ઠેરવતાં 33 રનમાં જ વેસ્ટ ઈન્ડિઝની અડધી ટીમને પેવેલિયન ભેગી કરી દીધી હતી.

ટીમ ઈન્ડિયા તરફથી આ મેચમાં નવદીપ સૈનીએ ટી20 ડેબ્યૂ કર્યું હતું. તેણે પ્રથમ ઓવરમાં જ નિકોલસ પૂરન (20 રન) અને હેટમાર (0) રને સળંગ બે બોલમાં આઉટ કર્યા હતા. જોકે તે ડેબ્યૂ મેચમાં હેટ્રિક લેવાનું ચૂકી ગયો હોવા છતાં મોટો રેકોર્ડ બનાવ્યો હતો.

સૈની ભારત તરફથી ટી20 ઈન્ટરનેશનલમાં કરિયરની પ્રથમ મેચમાં જ બે વિકેટ લેનારો બીજો બોલર બન્યો હતો. સૈની પહેલા 2009માં પ્રજ્ઞાન ઓઝાએ બાંગ્લાદેશ સામે બે વિકેટ લીધી હતી.

INDvWI: વર્લ્ડકપમાં શાનદાર દેખાવ કરનારા આ આક્રમક ખેલાડીની પ્રથમ T20માં થઈ અવગણના, જાણો વિગત

ગુજરાતના કેટલા જળાશયો 100 ટકા ભરાઈ ગયા, સરદાર સરોવરમાં કેટલા ટકા છે પાણી, જાણો વિગત

ન્યૂઝીલેન્ડના આ સ્ટાર ખેલાડીને કોહલીને લઈ મજાક કરવી પડી ભારે, ફેન્સે કરી દીધો ટ્રોલ