ભરૂચઃ ભરૂચથી ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ભાજપ સરકાર સામે નિવેદન આપ્યુ હતું. સાંસદ મનસુખ વસાવાએ ધડાકો કર્યો હતો કે નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યુ છે પરંતુ તેનાથી સ્થાનિક લોકોને રોજગારી મળી નથી. નોંધનીય છે કે ભાજપની સરકારે દાવો કર્યો હતો કે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનતા સ્થાનિક લોકોને રોજગારી મળશે પરંતુ તેમના જ સાંસદે ભાજપના દાવાઓની પોલ ખોલી હતી.
એક કાર્યક્રમમાં બોલતા વસાવાએ કહ્યું કે, જિલ્લાનો વિકાસ થાય તે માટે સ્થાનિકોને રોજગારી મળવી જોઈએ. શિક્ષિત બેરોજગારોને રોજગારી આપવી જોઈએ. કેવડિયા વિસ્તારમાં જે રોજગારી મળે છે તે એનજીઓ અથવા એજન્સી મારફતે મળે છે. કોઇને સીધી મળતી નથી. તેમણે કહ્યું કે, ફિટવેલ કંપનીના કર્મચારીઓ ઓછા પગારને લઇને 22 દિવસથી આંદોલન કરી રહ્યા છે. તેમને મારુ સમર્થન છે. ભલે મારી સરકાર હોય પરંતુ આ હકીકત છે કે આ કંપની ફક્ત 7000 હજાર રૂપિયા જ પગાર ચૂકવે છે.
સ્તનપાન સપ્તાહ ઉજવણી દરમિયાન સાંસદે આ ધડાકો કર્યો હતો.તેઓએ જણાવ્યું હતું કે,જિલ્લાને વિકાસના માર્ગે લઈ જવો હશે તો રોજગારી આપવી પડશે
ભાજપના આ સાંસદે કહ્યુ- સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું પણ સ્થાનિકોને રોજગારી મળતી નથી
abpasmita.in
Updated at:
03 Aug 2019 06:38 PM (IST)
નોંધનીય છે કે ભાજપની સરકારે દાવો કર્યો હતો કે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનતા સ્થાનિક લોકોને રોજગારી મળશે પરંતુ તેમના જ સાંસદે ભાજપના દાવાઓની પોલ ખોલી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -