IND v WI: આવતીકાલથી બીજી ટેસ્ટ, ઈશાંત શર્મા એક વિકેટ લેવાની સાથે જ કપિલ દેવનો તોડી નાંખશે આ રેકોર્ડ, જાણો વિગતે
abpasmita.in | 29 Aug 2019 09:33 AM (IST)
ઈશાંત શર્માએ પ્રથમ ટેસ્ટમાં કુલ 8 વિકેટ ઝડપી હતી. હાલ તે એશિયાની બહાર સૌથી વધુ વિકેટ લેનારા બોલરમાં કપિલ દેવ સાથે સંયુક્ત રીતે બીજા ક્રમે છે. એક વિકેટ લેવાની સાથે જ તે એશિયાની બહાર સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનારો બીજો બોલર બની જશે.