કુલદીપ યાદવે રચ્યો ઈતિહાસ, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આવો રેકોર્ડ બનાવનાર ભારતનો બીજો બોલર બન્યો
23 વર્ષના કુલદીપે ટેસ્ટમાં 57/5 સિવાય વન-ડેમાં 25/6 (વિ.ઇંગ્લેન્ડ, 2018) અને ટી-20માં 24/5 (વિ. ઇંગ્લેન્ડ, 2018)માં શાનદાર પ્રદર્શન કર્યું છે. કુલદીપ ભારતની ધરતી ઉપર પાંચ વિકેટ ઝડપનાર બીજો ચાઇનામેન બોલર છે. આ પહેલા દક્ષિણ આફ્રિકાના પોલ એડમ્સે 1996-97માં કાનપુરમાં ભારત સામે 5 વિકેટ ઝડપી હતી. આ પછી ભારતમાં કોઈ ચાઇનામેન બોલર આવી સિદ્ધિ મેળવી શક્યો નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકુલદીપે મેચની બીજી ઇનિંગ્સમાં 14 ઓવરમાં 57 રન આપી 5 વિકેટ ઝડપી હતી. જે ટેસ્ટમાં તેનું બેસ્ટ પ્રદર્શન છે. આ પહેલા તેણે 2017માં શ્રીલંકા સામે 13 ઓવરમાં 40 રન આપી 4 વિકેટ ઝડપી હતી. આ પ્રદર્શન સાથે કુલદીપ ઇન્ટરનેશનલ ક્રિકેટના ત્રણેય ફોર્મેટ્સ (ટેસ્ટ, વન-ડે અને ટી-20)માં એક ઇનિંગ્સમાં 5 વિકેટ ઝડપનાર ભારતનો બીજો અને દુનિયો સાતમો બોલર બન્યો છે.
રાજકોટઃ ઇંગ્લેન્ડ પ્રવાસ પર લોર્ડ્સ ટેસ્ટ બાદ પરત સ્વદેશ આવેલ સ્પિનર કુલદીપ યાદવે વેસ્ટઇન્ડીઝ વિરૂદ્ધ રાજકોટ ટેસ્ટની બીજી ઇનિંગમાં પાંચ વિકેટ લઈને ઈતિહાસ રચ્યો છે. આ સાથે જ ટીમ ઇન્ડિયાએ રાજકોટ ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડીઝને એક ઇનિંગ્સ અને 272 રને હરાવી બે મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -