IND vs WI: દર્શકોમાં વધ્યો અંતિમ વન ડેનો રોમાંચ, વેચાઈ આટલા કરોડ રૂપિયાની ટિકિટ, જાણો વિગત
ભારતીય ટીમ તિરુવનંતપુરમની લીલા રાવિઝ હોટલમાં ઉતરી છે. એરપોર્ટ ઉતરતાં જ ટીમ ઈન્ડિયાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસીરિઝની અંતિમ મેચ માટે અત્યાર સુધીમાં ત્રણ કરોડ રૂપિયાથી વધારેની ટિકિટ વેચાઈ ગઈ છે. કેરલા ક્રિકેટ સંઘના અધિકારીઓના જણાવ્યા મુજબ, 45000ની ક્ષમતાવાળા સ્ટેડિયમમાં ગુરુવારે થનારા મુકાબલા માટે આશરે 30,000 ટિકિટ વેચાઈ ગઈ છે. સ્ટુડન્ટ્સને 50 ટકા કન્સેસન પર ટિકિટ આપવામાં આવી રહી છે.
ભારતને પ્રથમ અને ચોથી વન ડેમાં એક તરફી જીત મળી તો બીજી વન ડે ટાઈ પડી હતી. જ્યારે ત્રીજી વન ડેમાં વેસ્ટ ઈન્ડિઝે બાઝી મારી હતી. હવે પાંચમો અને અંતિમ મુકાબલો રોમાંચક તબક્કામાં પહોંચી ગયો છે અને ક્રિકેટ પ્રેમીઓ પણ મેચ જોવા આતુર છે.
તિરુવનંતપુરમઃ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે શ્રેણીની પાંચમી અને અંતિમ વન ડે ગુરુવારે 1 નવેમ્બરના રોજ કેરળના તિરુવનંતપુરમમાં રમાશે. ભારત હાલ સીરિઝમાં 2-1થી આગળ છે અને તેની કોશિશ અંતિમ વન ડે જીતીને શ્રેણી જીતવાની રહેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -