ખતરામાં છે ભારતીય ક્રિકેટ, આ દિગ્ગજ ખેલાડીએ BCCIને લખ્યો પત્ર
હું ઘણા સમય સુધી ક્રિકેટ રમ્યો છું. અમારી જિંદગી હાર અને જીતમાં વીતી છે અને ભારતીય ક્રિકેટની છબિ આપણા માટે ખુબ જ જરૂરી છે, પરંતુ જેવી રીતે આપણું ક્રિકેટ આગળ વધી રહ્યું છે, તેનાથી મને ડર લાગી રહ્યો છે. ગાંગુલીએ પત્રમાં સીઓએના કામ કરવાની પદ્ધતિ અને રાહુલ જૌહરી પર લગાવવામાં આવેલા #MeTooના આરોપ સાથે જોડાયેલા મામલા અંગે પણ સવાલ ઉઠાવ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંગુલીએ 30 ઓક્ટોબર રાતે 12 વાગ્યે અમિતાભ ચૌધરી અને સીકે ખન્નાને પત્ર લખ્યો છે. જેમાં ગાંગુલીએ લખ્યું કે હું આ ઇમેલ તમને એટલા માટે લખી રહ્યો છું, કારણ કે ભારતીય ક્રિકેટ ખતરામાં છે.
ગાંગુલીએ પત્રમાં મોટો ઘટસ્ફોટ કર્યો છે. સૌરવ ગાંગુલીએ સુપ્રીમ કોર્ટે નિમણૂક કરેલી સીઓએ એટલે કે પ્રશાસકોની સમિતિ પર સવાલ ઉઠાવતા કહ્યું કે આ કમિટીથી ટીમ ઇન્ડિયાને ખતરો છે.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ મહાન કેપ્ટન સૌરવ ગાંગુલીએ મંગળવારે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડને કડક શબ્દોમાં એક પત્ર લખ્યો છે. હાલમાં ભારતીય ક્રિકેટ બોર્ડ જે રીતે કામ કીર રહ્યું છે તેના પર ગાંગુલીએ નિરાશા અને ગુસ્સો વ્યક્ત કર્યો છે. બીસીસીઆઈના સીઈઓ રાહુલ જૌહરી પર લાગેલ જાતીય શોષણના આરોપ હોય કે તે મામલે નિર્ણયને લઈને મતમતાંતરની સ્થિતિ હોય, આ તમામ મુદ્દે ગાંગુલીએ નિરાશા વ્યક્ત કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -