નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસને લઈ રવિવારે ટીમની જાહેરાત થશે. ટીમ ઈન્ડિયા આ સીરિઝમાં યુવા ખેલાડીઓને તક આપી શકે છે. જેમાં ગુજરાતના પ્રિયાંક પંચાલનો પણ સમાવેશ થાય છે. મૂળ અમદાવાદનો પ્રિયાંક પંચાલ ઘરેલુ ક્રિકેટમાં સતત સારો દેખાવ કરી રહ્યો છે. ભારત વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં 3 વન ડે, 3 ટી20 અને બે ટેસ્ટ રમશે.




પ્રિયાંક પંચાલઃ પોતાની સોલિડ ટેક્નિક માટે જાણીતા પ્રિયાંકે છેલ્લા 4 વર્ષથી રણજીમાં સારો દેખાવ જાળવી રાખ્યો છે. ગઈ રણજી સીઝનમાં તેણે 898 રન કર્યા હતા અને રાજ્ય માટે સર્વાધિક રન સ્કોરર હતો. તે ઉપરાંત મે મહિના તેણે શ્રીલંકા-A 160 રનની કેપ્ટન ઇનિંગ્સ પણ રમી હતી. 2016/17ની સીઝનમાં પ્રિયાંકે 17 ઇનિંગ્સમાં 1310 રન કર્યા હતા અને પહેલી વાર નેશનલ લેવલે લાઇમલાઈટમાં આવ્યો હતો. આગામી 2 વર્ષ ટેસ્ટ ચેમ્પિયનશીપના લીધે ટેસ્ટ મેચનું મહત્ત્વ વધુ હોવાથી પ્રિયાંક જેવો પ્રતિભાશાળી ખેલાડી ઓપનર તરીકે કોહલીની ટીમમાં એકદમ ફિટ બેસે છે.



નવદીપ સૈની: દિલ્હીનો નવદીપ સૈનીને અત્યારે ભારતનો ફાસ્ટેસ્ટ બોલર ગણવામાં આવે છે. તે જસપ્રીત બુમરાહ કરતા પણ ઝડપથી બોલિંગ કરે છે. જો ટીમમાં બુમરાહ અથવા અન્ય કોઈ સીનિયર બોલરને આરામ મળે તો સતત 150ની સ્પીડે બોલિંગ કરતા સૈનીને તક મળી શકે છે. તેણે ઇંગ્લેન્ડ-A અને ન્યૂઝીલેન્ડ-Aની ટૂર પર 4 ફર્સ્ટ ક્લાસ મેચમાં 10 વિકેટ લીધી હતી. અત્યારે વેસ્ટ ઇન્ડિઝ-A સામે ચાલતી સિરીઝમાં તેણે પ્રથમ વનડેમાં 5 વિકેટ લીધી હતી.



રાહુલ ચહર: આઇપીએલ 2019માં રોહિત શર્માને જ્યારે પણ વિકેટની જરૂર હતી, તે લેગ સ્પિનર રાહુલ ચહરના હાથમાં બોલ આપતો હતો. ચહરે મેજોરીટી વખતે પોતાના કેપ્ટનને ખુશ કરીને ટીમને સફળતા અપાવી હતી. તેમજ મુંબઈને ત્રીજી વાર ચેમ્પિયન બનાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. યૂઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવનું ભારતના નવા સેટઅપમાં સ્થાન નિશ્ચિત ન હોવાથી સિલેક્ટર્સ યુવા ચહર તરફ જોઈ શકે છે. વેસ્ટ ઇન્ડિઝ-A સામેની પ્રથમ 2 વનડેમાં તેણે 3.98ની ઈકોનોમીથી 4 વિકેટ લીધી હતી. તે પહેલા શ્રીલંકા-A સામે ઘરઆંગણેની 2 ફર્સ્ટ ક્લાસ મેચમાં 14 વિકેટ લીધી હતી.



 અભિમન્યુ ઈશ્વરન: પંચાલને ઓપનરની રેસમાં બંગાળનો અભિમન્યુ ઈશ્વરન ટફ ફાઇટ આપી શકે છે. તે બંગાળના ટોપ ઓર્ડરનો મહત્ત્વનો ભાગ છે. તેણે 2 મહિના પહેલા શ્રીલંકા-A સામે 233 રન કર્યા હતા. 23 વર્ષીય ઈશ્વરનને પોતાના સાતત્યપૂર્ણ દેખાવ માટે બંગાળ ક્રિકેટર ઓફ ધ યરનો પણ એવોર્ડ મળી ચૂક્યો છે. શ્રીલંકા-A સામે રમ્યા પહેલા તેણે ઢાકા પ્રીમિયર ડિવિઝન લીગમાં 7 મેચ 496 રન કર્યા હતા.



કેએસ ભરત: જ્યાં એક તરફ એમએસ ધોનીની નિવૃત્તિની વાત ચાલી રહી છે, તો બીજી તરફ રિષભ પંત હજી ધીમી ગતિએ પોતાની વિકેટકીપિંગ સુધારી રહ્યો છે. તેવામાં જો ઇન્ડિયા-A માટેનું પ્રદર્શન સીનિયર ટીમમાં સ્થાનની ગેરેંટી આપતું હોય તો કેએસ ભરતની સિલેક્ટ થવાની તક ઉજળી છે. તેણે ઇન્ડિયા-A માટે છેલ્લી 11 મેચમાં 3 સદી અને 2 અર્ધસદી સહિત 686 રન કર્યા છે. તે ઉપરાંત 41 કેચ અને 6 સ્ટમ્પ કર્યા છે. તેણે ઓસ્ટ્રેલિયા-A, ઇંગ્લેન્ડ લાયન્સ અને શ્રીલંકા-A સામે સદી ફટકારી હતી.

શીલા દીક્ષિતના નિધન પર દિલ્હીમાં કેટલા દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો, જાણો વિગત

બોલીવુડની હોટ એક્ટ્રેસ પર થયો માનહાનિનો કેસ, જાણો શું છે સમગ્ર મામલો

મોનોકિની પહેરીને સ્વિમિંગપૂલમાં ઉતરી નાગિન, હોટ લૂક જોઈ ફેન્સ થયા પાગલ