અનેક નવા ચહેરાઓને તક આપવામાં આવી શકે છે. ખાસ કરીને બોલિંગમાં જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમારને આરામ આપવામાં આવી શકે છે. ત્રણેય અનુભવી બોલરોની ગેરહાજરીમાં પસંદગી સમિતિ નવદીપ સૈની, ખલીલ અહેમદ, આવેશ ખાન, દીપક ચહરને વેસ્ટ ઇન્ડિઝ મોકલી શકે છે. ઓપનર્સમાં મયંક અગ્રવાલ આવવાની શક્યતા છે. હવે જોવાનું રહેશે કે કોહલીની ઉપસ્થિતિમાં રોહીત શર્માને આરામ આપે છે કે નહીં. શુભમન ગીલનું સ્થાન ફાઇનલ લાગી રહ્યું છે. કેદાર જાધવ અને દિનેશ કાર્તિકને ટીમની બહાર કરવામાં આવી શકે છે.
જો ટેસ્ટ ટીમની વાત કરવામાં આવે તો ટીમના તમામ પ્રમુખ ખેલાડી પાછા ફરશે. લગભગ એ ટીમ જોવા મળશે તે ઓસ્ટ્રેલિયામાં અંતિમ ટેસ્ટ સીરિઝ રમી હતી. એક બે ફેરફારની શક્યતા છે. લોકેશ રાહુલ અને મયંક અગ્રવાલ ઓપનિંગમાં જોવા મળી શકે છે. પૃથ્વી શો ઇજાગ્રસ્ત રહેશે તો તેની ગેરહાજરીમાં ત્રીજો ઓપનર્સની પસંદગી કરવી મુશ્કેલ રહેશે. એવામાં મુરલી વિજયને એકવાર ફરી તક આપવામાં આવી શકે છે. ભારત વેસ્ટ ઇન્ડિઝમાં ત્રણ ટી-20 અને ત્રણ વન-ડે અને બે ટેસ્ટ મેચ રમશે.