હાર બાદ કોહલીએ હાર્દિક પંડ્યા અને કેદાર જાદવને કર્યા યાદ, જાણો કેમ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 28 Oct 2018 04:47 PM (IST)
1
કોહલીએ હાર બાદ પોતાના બે બેટ્સમેનોને યાદ કર્યા, કહ્યું જો ટીમમાં અમારી પાસે હાર્દિક પંડ્યા અને કેદાર જાદવ હોય તો અમારી પાસે બૉલિંગના બે ઓપ્શન રહેતા. અમે ટીમની રણનીતિને યોગ્ય રીતે લાગુ ના કરી શક્યા જેના કારણે હાર મળી.
2
3
નવી દિલ્હીઃ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી ત્રીજી વનડે મેચ હારનું ઠીકરુ બેટ્સમેનો પર ફોડી રહ્યો છે, કહ્યું કે યોગ્ય સમયે પાર્ટનરશિપ ના કરવાના કારણે હારી ગયા. વેસ્ટ ઇન્ડિઝે ભારત સામે 284 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતે આ મેચ હારીને સીરીઝમાં 1-1થી બરાબરી પર આવી ગયું છે.
4
કોહલીએ કહ્યું કે જ્યારે હાર્દિક પંડ્યા અને કેદાર જાદવ રમે છે ત્યારે અમને વધારના બૉલરનો ઓપ્શન મળે છે. કેદાર જાદવ નેક્સ્ટ મેચમાં અમારી સાથે જોડાશે જેનાથી થોડુ સંતુલન મળશે. અમારે એક બૉલરને બહાર કરવો પડશે. જોકે અમારી પાસે છ બૉલરના ઓપ્શન છે.
5