નવી દિલ્લીઃ ભારતીય રમત પ્રેમિઓ માટે દિવાળીમાં ડબલ ભેટ મળી છે. એક તરફ ક્રિકેટમાં ભારતે ન્યૂઝીલેન્ડને 190 રને હાર આપી હતી. તો બીજે તરફ ભારતીય પુરુષ હૉકી ટીમે શનિવારે એશિયા ચેમ્પિયંસ ટ્રૉફી સેમીફાઇનલ મુકાબલમાં દક્ષિણ કૉરિયાને પેનાલ્ટી શૂટઆઉટમાં હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. ફાઇનલમાં તેનો મુકાબલો પાકિસ્તાન સામે થશે. હૉકીના મેચના નિર્ધારિત સમયની રમતના અંતે મુકાબલો 2-2 પૂરો થતા શૂટાઆઉટ કરવો પડ્યો હતો. પહેલો શૂટ આઉટ ભારતને મળ્યો હતો, શૂટઆઉટમાં ભારત અને દ. કોરિયા 4-4 શોટ સુધી સ્કોર બરાબર રહ્યો હતો. ભારતે 5 શોટ ગોલમાં બદલીને 5-4 ની લીડ મેળવી હતી. દ.કોરિયા વારો આવતા તેના પર ભારતે ગોલ કિપર શ્રીજેશે કોરિયાના ખેલાડીને સફળ થવાની તક આપી ના હતી. અને ભારતે આ મેચ જીતીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. આ પહેલ નિર્ધારિત સમયમાં બંને ટીમોએ શાનદાર રમતનું પ્રદર્શન કર્યું હતું. ભારત ક્વાર્ટરના અંત સુધીમાં 56 સેકન્ડમાં પહેલા કોરિયાએ આ ગોલ કરીને મેચમાં આગળ રહ્યું હતું. ભારતીય ટીમે આ મેચમાં આક્રમક રમત રમી હતી. ત્યાર બાદ બીજા ક્વાર્ટરમાં બંને ટીમો 1-1 પર બરાબર રહ્યા હતા. હાફ ટાઇમ બાદ કોઇ ટીમ ગોલ કરવામાં સફળ રહી ના હતી. ચોથા ક્વાર્ટરમાં દ.કોરિયાએ ગોલ કરીને 2-1 થી આગળ નીકળી ગયું હતું. ત્યાર બાદ ભારતે જલ્દી એક ગોલ સ્કોરને 2-2 ની બરાબર કરી લીધો હતો.