Harmanpreet Kaur Corona: ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર કોરોનાનો શિકાર થઇ છે. હરમનપ્રીત કૌરનો કૉવિડ-19 ટેસ્ટ પૉઝિટીવ (Corona)આવતા તેને ખુદને ક્વૉરન્ટાઇન કરી લીધી છે, તે ઘરમાં જ હૉમ આઇસૉલેટ થઇ છે. હરમનપ્રીત કૌરે તાજેતરમાં જ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ વનડે ઇન્ટરનેશનલ સીરીઝમાં ભાગ લીધો હતો. ખાસ વાત છે કે હરમનપ્રીત કૌર (Harmanpreet Kaur) ઉપરાંત તાજેતરમાં જ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકર, યુસુફ પઠાણ, બદ્રીનાથ અને ઇરાફાન પઠાણ પણ કોરોનાનો (COVID-19) શિકાર થયા છે. આ તમામ ક્રિકેટર રૉડ સેફ્ટી વર્લ્ડ સીરીઝમાં ઇન્ડિયા લીઝેન્ડ્સની ટીમનો ભાગ હતા. 


17 માર્ચે દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચે સીરીઝની અંતિમ મેચ રમાઇ હતી. વનડે ઇન્ટરનેશનલ સીરીઝની તમામ મેચ લખનઉમાં રમાઇ હતી. હરમનપ્રીત કૌરે વનડે સીરીઝમાં 40, 36, 54 અને નૉટઆઉટ 30 રનોની ઇનિંગ રમી હતી. ઓવરઓલ વાત કરીએ તો (India Women) હરમનપ્રીત કૌરે ભારત માટે કુલ 2 ટેસ્ટ, 104 વનડે ઇન્ટરનેશલ, અને 114 ટી20 ઇન્ટરનેશનલ મેચ રમી હતી. ત્રણેય ફોર્મેટમાં તેના નામે ક્રમશઃ 26 રન અને 9 વિકેટ, 2532 રન અને 25 વિકેટ, 2186 રન અને 29 વિકેટ નોંધાયેલી છે. 



32 વર્ષીય હરમનપ્રીત કૌર દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટી20 ઇન્ટરનેશનલ સીરીઝમાં ભાગ ન હતી લઇ શકી, વનડે સીરીઝની છેલ્લી અંતિમ મેચમાં ઇજાગ્રસ્ત હોવાના કારણે તે ટી20 ટીમમાંથી બહાર થઇ હતી અને તેની જગ્યાએ સ્મૃતિ મંધાનાને કેપ્ટન બનાવવામાં આવી હતી. હરમનપ્રીત કૌરે ભારત માટે કુલ 2 ટેસ્ટ, 104 વનડે ઇન્ટરનેશલ, અને 114 ટી20 ઇન્ટરનેશનલ મેચ રમી હતી. 

પાંચમો ખેલાડી થયો સંક્રમિત...
વર્લ્ડ રોડ સેફ્ટી ટી-20 સીરિઝમાં ઈન્ડિયા લેજેન્ડ્સ (India Legends)ના ચાર ખેલાડીઓ કોરોના સંક્રમિત થઈ ચુક્યા છે. આગળ જતાં વધુ ખેલાડીઓ પણ પોઝિટિવ આવે તેવી સંભાવના છે. ઈરફાન પઠાણ પહેલા બદ્રીનાથ, પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર અને પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર યુસુફ પઠાણ પર કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે. હવે હરમનપ્રીત કૌર પણ કોરોના પૉઝિટીવ નીકળી છે.