Asian Games 2023:એશિયન ગેમ્સ 2023માં ભારતીય ખેલાડીઓએ અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. આજે આઠમા દિવસે પણ શરૂઆત સારી રહી, ગોલ્ફમાં અદિતિએ સિલ્વર જીત્યો તો શૂટિંગમાં ટીમ ઇવેન્ટમાં ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરતા ગોલ્ડ મેળવ્યો છે. આ રીતે ટીમ ઈન્ડિયાએ કુલ 39 મેડલ જીત્યા છે. હજુ પણ વધુ મેડલની આશા છે
ટીમ ઈન્ડિયાએ વધુ એક ગોલ્ડ જીત્યો
ભારતે વધુ એક ગોલ્ડ મેડલ જીત્યો છે. ટીમ ઈન્ડિયાએ શૂટિંગની ટ્રેપ મુખ્ય ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યો છે. તો પ્રથમ મહિલા ટીમે આશ્ચર્યજનક પરિણામો દર્શાવ્યા છે. મહિલા ટીમે ટ્રેપ શૂટિંગમાં સિલ્વર મેડલ જીત્યો છે.
અદિતિ અશોકે રચ્ચો ઈતિહાસ, સિલ્વર મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા
અદિતિ અશોકનો સિલ્વર મેડલ ઐતિહાસિક છે. એશિયન ગેમ્સના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ મહિલા ગોલ્ફરે ભારત માટે મેડલ જીત્યો છે. દેશને અદિતિ પાસેથી ગોલ્ડ મેડલની અપેક્ષા હતી. જોકે આ શક્ય બન્યું નહોતું. ભારતીય ગોલ્ફર અદિતિ અશોક ગોલ્ડ મેડલ ચૂકી જતાં તેને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો. . અદિતિ શનિવારે રમતના અંત સુધી ત્રણ રાઉન્ડ પછી આગળ હતી. પરંતુ તે આજે તેને જાળવી શકી નહીં.