IND Vs SA: ભારતનો 124 રને વિજય, શ્રેણીમાં 3-0ની લીડ લઈ રચ્યો ઇતિહાસ
ભારતની જીતમાં કુલદીપ યાદવ અને ચહલે 4-4 વિકેટ ઝડપી મહત્વનો ફાળો આપ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમેચમાં 160 રન બનાવનારા ભારતીય કેપ્ટન કોહલીને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
કેપટાઉનઃ સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચે રમાઈ રહેલી ત્રીજી વન-ડેમાં કેપ્ટન વિરાટ કોહલીએ પોતાની શાનદાર 34મી સદી ફટકારી 160 રને અણનમ રહ્યો હતો. ટીમ ઈન્ડિયાએ 6 વિકેટ ગુમાવી 50 ઓવરમાં 303 રન બનાવી દક્ષિણ આફ્રિકાને જીત માટે 304 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. તેની સામે દક્ષિણ આફ્રિકાની ટીમ 40 ઓવરમાં 179 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી ચહલ અને યાદવે 4-4 વિકેટ લીધી હતી. જ્યારે બુમરાહે 2 વિકેટ ઝડપી હતી. સાઉથ આફ્રિકા તરફથી ડુમિનીએ સર્વાધિક 51 રન બનાવ્યા હતા. કેપટાઉન વન-ડેમાં જીતની સાથે 3-0ની લીડ સાથે જ ટીમ ઇન્ડિયા સાઉથ આફ્રિકામાં હવે શ્રેણી નહીં હારે તે નક્કી થઈ ગયું છે. ભારત સાઉથ આફ્રિકામાં અત્યાર સુધી ક્યારેય વન-ડે શ્રેણી જીતી શક્યું નથી.
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત નબળી રહી હતી. રોહિત શર્મા પ્રથમ ઓવરમાં જ રબાડાનો શિકાર બન્યો હતો. રોહિત ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. જે બાદ ધવન અને કોહલીએ ટીમ ઈન્ડિયાને સ્થિરતા આપી મજબૂત પાર્ટનરશિપ કરી હતી. ધવને 76 રન બનાવ્યા હતા. જે બાદ ભારતનો કોઇ બેટ્સમેન 15 રનનો સ્કોર પાર કરી શક્યા નહોતા. 50 ઓવરના અંતે ભારતે 6 વિકેટ 303 રનનો સ્કોર નોંધાવ્યો ત્યારે કેપ્ટન કોહલી 160 અને ભુવનેશ્વર કુમાર 16 રને અણનમ રહ્યા હતા.
આ પહેલા ન્યૂલેન્ડ્સ ગ્રાઉન્ડ પર ત્રીજી વન ડેમાં યજમાન સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. સાઉથ આફ્રિકા તરફથી હેનરિચ ક્લાસેન અને લુંગિ એન્ગિડીએ વન-ડે ડેબ્યૂ કર્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -