Asia Cup: ટીમ ઈન્ડિયાનો બાંગ્લાદેશ સામે 7 વિકેટે વિજય, જાડેજાની 4 વિકેટ
બાંગ્લાદેશની ટીમ: લિટન દાસ, નજમુલ હુસેન, મુશફીકુર રહિમ, મોહમ્મદ મિથુન, શાકિબ અલ હસન, મહમુદુલ્લાહ, મોસાદિક હુસેન, મેહદી હસન, મશરફ મુર્તઝા(કેપ્ટન), મોસદ્દક હુસેન, રુબેલ હુસેન અને મુસ્તફિજુર રહેમાન
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદુબઈ: એશિયા કપના સુપર ફોરના પ્રથમ મુકાબલામાં રોહિત શર્માની શાનદાર બેટિંગ અને બોલરોની મદદથી ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને 7 વિકેટે હરાવી આસાન જીત મેળવી હતી. રોહિત શર્માએ સતત બીજી મેચમાં 3 છગ્ગા અને 5 ચોગ્ગા સાથે શાનદાર અડધી સદી નોંધાવી અણનમ 83 રન ફટકાર્યા હતા. જાડેજાએ સર્વાધિક 4 વિકેટ ઝડપી હતી.
રોહિત શર્મા અને શિખર ધવને ભારતને શાનદાર શરૂઆત આપાવી હતી. બન્નેએ પ્રથમ વિકેટ માટે 10 ઓવરમા 50 રન બનાવ્યા હતા. ત્યાર બાદ ધવન 40 રને શાકિબની ઓવરમાં LBW આઉટ થયો હતો. ત્યાર બાદ રાયડૂ રૂબેલની ઓવરમાં 13 રન બનાવી આઉટ થયો. ધોનીએ 33 રન બનાવ્યા હતા.
ટીમ ઈન્ડિયા: રોહિત શર્મા(કેપ્ટન), શિખર ધવન, અંબાતી રાયૂડૂ, દિનેશ કાર્તિક, મહેન્દ્રસિંહ ધોની(વિકેટ કીપર), કેદાર જાધવ, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, યૂઝવેન્દ્ર ચહલ
બાંગ્લાદેશ તરફથી નવમાં ક્રમે બેટિંગ કરવા આવેલા મેહદી હસને સર્વાધિક 42 રન બનાવ્યા હતા. જ્યારે કેપ્ટન મશરફ મુર્તઝા 26, મહમુદુલ્લાહ 25 અને મુશફીકુર રહિમે 21 રન બનાવ્યા હતા. જ્યારે બોલિંગમાં શાકિબ અલ હસન અને શાકિબ અલ હસને એક-એક વિકેટ ઝડપી હતી.
આ મેચમાં ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ ઇલેવનમાં એક ફેરફાર કરવામાં આવ્યો હતો. હાર્દિક પંડ્યા પીઠની ઈજાને કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે ટીમમાં રવિન્દ્ર જાડેજાને સામેલ કર્યો છે. રવીન્દ્ર જાડેજાએ 6 જુલાઈ 2017માં ટીમ ઇન્ડિયા તરફથી છેલ્લી વનડે રમી હતી.
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા આવેલી બાંગ્લાદેશની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. બન્ને ઓપનર સસ્તામાં આઉટ થઈ ગયા હતા. ભુવનેશ્વર કુમારે પાંચમી ઓવરમાં લિટોન દાસ માત્ર 7 રનમાં જ કેદાર જાધવને કેચ આપી બેઠો હતો. જ્યારે બુમરાહની ઓવરમાં નઝમુલ હુસેન (7 રન) શિખર ધવનને કેચ આપી બેઠો હતો.બાંગ્લાદેશે 65 રનમાંજ 5 વિકેટ ગુમાવી દીધી હતી.
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા આવેલી બાંગ્લાદેશની ટીમ 49.1 ઓવરમાં 173 રન બનાવી ઓલ આઉટ થઈ ભારતને જીત માટે 174 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. તેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ 36.2 ઓવરમાં લક્ષ્યાંક પૂર્ણ કરી એશિયા કપમાં આ સતત ત્રીજી જીત મેળવી હતી.
લાંબા સમય બાદ વનડે ટીમમાં વાપસી કરનાર જાડેજાએ શાનદાર બોલિંગ કરતા 10 ઓવરમાં 29 રન આપી ચાર વિકેટ ઝડપી હતી. જ્યારે ભુવનેશ્વર કુમાર અને જસપ્રિત બુમરાહે 3-3 વિકેટ ઝડપી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -