INDvIRE: સ્પિનરોની ફિરકીમાં ફસાયું આયરલેન્ડ, ટીમ ઇન્ડિયાએ 76 રનથી જીતી પહેલી ટી-20 મેચ
આ રીતે ભારતીય ઓપનર રોહિત શર્મા અને શિખર ધવને મજબૂત શરૂઆત અપાવી. બન્ને વચ્ચે પહેલી વિકેટ માટે 160 રનોની પાર્ટનરશિપ થઇ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે, આ પહેલા આયરલેન્ડના આમંત્રણ પર પહેલી બેટિંગ કરવા માટે ઉતરેલી ટીમ ઇન્ડિયા તરફથી રોહિત શર્મા અને શિખર ધવને ઇનિંગની શરૂઆત કરી. રેનકિનની પહેલી ઓવરમાં ભારત માટે વધુ રન ના આવી શક્યા, પછી બીજી જ ઓવરથી રોહિત અને શિખર વિરોધી ટીમ પર હાવી થઇ ગયા, બીજી ઓવરમાં ભારતે 10 રન બનાવ્યા.
આયરલેન્ડ તરફથી ઓપનિંગ બેટ્સમેન જેમ્સ શેનોન (60) એ અર્ધશતક ફટકાર્યું, પણ તેના સિવાય કોઇ બેટ્સમેન 20 રનના આંકડા સુધી પણ પહોંચી શક્યું ન હતું. શેનોને 35 બૉલમાં પાંચ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી સર્વાધિક 60 રન બનાવ્યા હતા. આ રીતે ભારતે પોતાની 100માં ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં આયરલેન્ડ પર આસાન જીત નોંધાવી હતી.
ચાઇનામેન કુલદીપ યાદવે (21 રન આપીને ચાર વિકેટ) એ કેરિયરની સર્વશ્રેષ્ઠ બૉલિંગ અને લેગ સ્પિનર યજુવેન્દ્ર ચહલ (38 રન પર ત્રણ વિકેટ)ની ફિરકીના જાદુની સામે 9 વિકેટ પર 132 રન જ બનાવી શકી. જસપ્રીત બુમરાહે પણ 19 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.
ટૉસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 208 રન બનાવ્યા અને આયરલેન્ડને જીતવા માટે 209 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં આયરલેન્ડની આખી ટીમ 20 ઓવરમાં કુલદીપ યાદવ અને યજુવેન્દ્ર ચહલની ફિરકીમાં લેપટાઇ ગઇ, માત્ર 132 રન જ બનાવી શકી હતી.
નવી દિલ્હીઃ ભારતીય બેટ્સમેનો બાદ સ્પિનરોના શાનદાર પ્રદર્શનના કારણે બુધવારે ભારતે ડબ્લિનમાં રમાયેલી પહેલી ટી-20 મેચમાં આયરલેન્ડને 76 રનોથી પરાસ્ત કરીને જીત હાંસલ કરી દીધી છે. આ સાથે જ ભારતે 2 મેચોની સીરિઝમાં 1-0 ની લીડ બનાવી લીધી છે. ભારત તરફથી સૌથી વધુ વિકેટ કુલદીપ યાદવે લીધી તેને 21 રન આપીને 4 વિકેટ ઝડપી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -