✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ગુજરાતનો ધરખમ ક્રિકેટર ડોપ ટેસ્ટમાં નિષ્ફળ, પ્રતિબંધિત દવા લેવા બદલ શું કરાઈ સજા? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  09 Jan 2018 01:48 PM (IST)
ગુજરાતનો ધરખમ ક્રિકેટર ડોપ ટેસ્ટમાં નિષ્ફળ, પ્રતિબંધિત દવા લેવા બદલ શું કરાઈ સજા? જાણો વિગત
1

નવી દિલ્હીઃ ઘણા દિવસોથી ક્રિકેટથી દૂર રહેલા બરોડાના ઓલરાઉન્ડર યુસુફ પઠાણની ઘરેલુ ક્રિકેટની સાથે ટીમ ઈન્ડિયામાં કમબેક કરવાની કોશિશને મોટો ઝટકો લાગ્યો છે. ગત વર્ષે યુસુફ પઠાણનો ડોપ ટેસ્ટ થયો હતો. જેમાં તે ફેલ થયો છે. જે બદલ તેને 5 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત બીસીસીઆઈ દ્વારા બરોડા ક્રિકેટ એસોસિએશનને ડોમેસ્ટિક સિઝનની બાકી મેચો માટે યુસુફ પઠાણની પસંદગી નહીં કરવાનો ઓર્ડર કર્યો છે. BCCI દ્વારા યુસુફ પઠાણ ડોપ ટેસ્ટ મુદ્દે સ્પષ્ટતા કરવામાં આવી કે, તેનો 5 મહિનાનો સસ્પેન્સન પીરિયડ 15 ઓગસ્ટ, 2017થી શરૂ થઈ ગયો હતો અને 14 જાન્યુઆરી, 2018ની મધરાતે પૂરો થશે.

2

યુસુફ પઠાણે ડોમેસ્ટિક સિઝનમાં બરોડા વતી ઓક્ટોબર 2017માં આંધ્રપ્રદેશ સામેની એક માત્ર રણજી મેચ રમી હતી. જેમાં તેણે ફક્ત ચાર રન જ બનાવ્યા હતા અને વિકેટ પણ ઝડપી શક્યો નહોતો. અંગ્રેજી અખબાર ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ યુસુફે બ્રોઝિટ નામની દવાનું સેવન કર્યું હતું. આ દવામાં ટર્બુટાલાઇન નામના પ્રતિબંધિત પદાર્થનો ઉપયોગ થાય છે. કોઈ પણ ખેલાડીએ આ દવા લેતા પહેલાં મંજૂરી લેવી પડે છે.

3

ડોપ ટેસ્ટમાં ફસાયા બાદ પઠાણની ટીમ ઈન્ડિયામાં વાપસી પણ મુશ્કેલ થઈ ગઈ છે. આગામી સિઝનમાં તે રમી શકશે કે નહીં તે પણ હજી સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી.

4

પરંતુ યુસુફે દવા લેતા પહેલા ન તો મંજૂરી લીધી કે ન તો બરોડા ટીમના ડોક્ટરને જાણ કરી. પરિણામે ડોપ ટેસ્ટમાં તે પકડાઇ ગયો. જે બાદ બીસીસીઆઈ દ્વારા તેને ફટકાર લગાવવામાં આવી હતી.

5

યુસુફ પઠાણનો ભાઇ ઇરફાન પઠાણ પણ ટીમ ઈન્ડિયા અને બરોડાની ટીમમાંથી બહાર છે.

6

બીસીસીઆઈએ બરોડા ક્રિકેટ એસોસિએશનને ડોમેસ્ટિક સિઝનની બાકી મેચો માટે યુસુફની ટીમમાં પસંદગી ન કરવાનો ઓર્ડર કર્યો છે. પરિણામે હવે તે સૈયર મુશ્તાક અલી ટ્રોફીમાં પણ રમી નહીં શકે.

7

યુસુફ પઠાણ ભારત વતી 57 વનડે અને 22 T20 મેચ રમી ચુક્યો છે. 2012માં સાઉથ આફ્રિકા સામે જોહનીસબર્ગમાં તે છેલ્લી આતંરરાષ્ટ્રીય મેચ રમ્યો હતો.

8

ગત વર્ષે ભારતની ફૂટબોલ ટીમના ગોલકીપર સુબ્રતા પાલનો પણ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ અર્જુન એવોર્ડ વિજેતા પાલે કહ્યું હતું કે, તેણે કફની ટ્રિટમેન્ટ લીધી હતી, જેના કારણે તે મુશ્કેલીમાં મુકાયો હતો.

9

ડોપ ટેસ્ટમાં નિષ્ફળ જનારો યુસુફ પઠાણ ભારતનો બીજો ક્રિકેટર છે. આ પહેલા 2013માં દિલ્હીના મીડિયમ પેસર પ્રદીપ સાંગવાનનો ડોપ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. જેના કારણે તેના પર 18 મહિનાનો પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • ગુજરાતનો ધરખમ ક્રિકેટર ડોપ ટેસ્ટમાં નિષ્ફળ, પ્રતિબંધિત દવા લેવા બદલ શું કરાઈ સજા? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.