Neeraj Chopra Marriage: ભારતના સ્ટાર એથલીટ નીરજ ચોપરા લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે. તેણે લગ્નની તસવીરો શેર કરીને ફેન્સને જાણકારી આપી. નીરજે રવિવારે રાત્રે સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કરીને આ માહિતી આપી હતી. નીરજના લગ્નમાં તેના નજીકના મિત્રો અને સંબંધીઓએ હાજરી આપી હતી.

ગોલ્ડ મેડલ વિજેતા નીરજના લગ્નની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી હતી. પરંતુ હવે તેના પર મહોર લાગી છે.  નીરજે તેની પત્ની સાથેનો ફોટો શેર કર્યો છે.

નીરજે X પર લગ્નની તસવીરો શેર કરી છે. તેણે કેપ્શનમાં લખ્યું, "મારા પરિવાર સાથે જીવનનો નવો અધ્યાય શરૂ કર્યો." નીરજના લગ્નમાં માત્ર નજીકના લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેણે કેપ્શન દ્વારા તેની પત્નીનું નામ પણ જાહેર કર્યું. નીરજની પત્નીનું નામ હિમાની છે. તેઓ શું કરે છે તે અંગે હજુ સુધી કોઈ માહિતી ઉપલબ્ધ નથી.  

ઘણા સમયથી નીરજના લગ્નની ચર્ચા ચાલી રહી હતી

નીરજે ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેમની જીત ઐતિહાસિક હતી. નીરજની આ જીત બાદ તેના લગ્નને લઈને ઘણી ચર્ચાઓ થઈ હતી. નીરજને અનેક ઈન્ટરવ્યુમાં લગ્ન વિશે સવાલો પૂછવામાં આવ્યા હતા. પરંતુ તેણે આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. નીરજે તેના ભાવિ જીવનસાથી વિશે ક્યારેય ખુલાસો કર્યો નથી. 

નીરજે જિત્યો સિલ્વર મેડલ

પાકિસ્તાનના અરશદ નદીમે પેરિસ ઓલિમ્પિક 2024માં ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે 92.97 મીટરના અંતર સુધી બરછી ફેંકીને ઓલિમ્પિક રેકોર્ડ બનાવ્યો હતો. નીરજે 89.45 મીટરના અંતર સુધી બરછી ફેંકી અને સિલ્વર જીત્યો. નીરજે છમાંથી 5 પ્રયાસમાં ફાઉલ કર્યા હતા. પરંતુ તેમનો એક જ પ્રયાસ સફળ થયો. પીટર્સ એન્ડરસનને આ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. તેણે 88.54 મીટરના અંતર સુધી બરછી ફેંકી હતી. 

નીરજ ચોપરા એક ભારતીય એથ્લેટ છે, જે જેવલિન થ્રો નામની ટ્રેક અને ફિલ્ડની રમત સાથે સંકળાયેલો છે અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું પ્રતિનિધિત્વ કરે છે. જેવેલિનમાં ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતનાર તે પ્રથમ એશિયન ખેલાડી છે અને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં તેની ઈવેન્ટમાં ગોલ્ડ જીતનાર પ્રથમ એશિયન છે.