✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ઓસ્ટ્રેલિયાના બોલરોને તેમની ઊંચાઈનો ફાયદો મળશે, અમે પણ છીએ તૈયારઃ રોહિત શર્માનો હુંકાર

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  19 Nov 2018 04:01 PM (IST)
1

સિડનીઃ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ T20 મેચની શ્રેણી શરૂ થવામાં હવે માત્ર બે દિવસ જ બાકી રહ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમના વાઇસ કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે, ઓસ્ટ્રેલિયાને તેના બોલરોને હાઈટનો ફાયદો મળશે પરંતુ અમારી ટીમ પણ વખતે નવો રેકોર્ડ રચવા તૈયાર છે. ફાસ્ટ પિચો પર રમવું આટલું સરળ નહીં હોય. ભારત હંમેશા પર્થ કે બ્રિસ્બેનમાં રમ્યું છે. આ બંને મેદાન પર સ્થિતિ પડકારજનક હોય છે અને ઓસ્ટ્રેલિયાના લાંબા કદના બોલરો સ્થિતિનો પૂરો લાભ ઉઠાવે છે.

2

ગાબામાં પ્રેક્ટિસ સેશન બાદ કહ્યું કે, ભારતની બહાર રમવાનો અલગ અનુભવ હોય છે. ઓસ્ટ્રેલિયામાં અમે સારું પ્રદર્શન કરવા માંગીએ છીએ. ગત પ્રવાસમાં અમે અહીંયા કેટલીક નજીકની મેચો રમ્યા હતા. આ વખતે અમે સીરિઝમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને જીતવા માંગીએ છીએ. ઓસ્ટ્રેલિયામાં સારા પ્રદર્શનથી મનોબળ વધે છે અને વિશ્વ કપ પહેલા જીતથી અમારો આત્મવિશ્વાસ ઘણો વધશે.

3

ઓસ્ટ્રેલિયાને તેના ઘર આંગણે હરાવવું ઘણું મુશ્કેલ છે. આ સ્થિતિમાં એક ટીમ તરીકે અમારે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે. અમારી પાસે શ્રેષ્ઠ સ્પિનર છે. જેઓ ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોની પરીક્ષા કરશે. ઓસ્ટ્રેલિયાની બાઉન્સી પીચ અને સ્પીડથી મને મદદ મળે છે. મેં અહીંયા વન ડે ક્રિકેટનો પૂરો આનંદ લીધો છે. હું સ્વદેશમાં સિમેન્ટ પીચ પર રમ્યો હોવાથી બ્રિસ્બેન અને પર્થ જેવા શહેરોમાં ઉછાળથી મને મારી કુદરતી રમત રમાવાનો મોકો મળે છે.

4

રોહિતે કહ્યું કે, ભારતીય બેટ્સમેનો સામાન્ય રીતે આટલા લાંબા હોતા નથી પરંતુ આ વખતે અમે પૂરી તૈયારી સાથે આવ્યા છીએ. અમારા બેટ્સમેનો માટે આ પડકારજનક છે પરંતુ મોટાભાગના ખેલાડીઓ પહેલા આસ્ટ્રેલિયાનો પ્રવાસ કરી ચુક્યા હોવાથી સ્થિતિથી માહિતગાર છે. તેમનું બોલિંગ ફોર્મેટ અમારા માટે પડકારનજક હશે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • ઓસ્ટ્રેલિયાના બોલરોને તેમની ઊંચાઈનો ફાયદો મળશે, અમે પણ છીએ તૈયારઃ રોહિત શર્માનો હુંકાર
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.