રોહિતે કહ્યું આ બે ખેલાડીઓએ વિન્ડિઝને હરાવવામાં ભજવ્યો મહત્વનો ભાગ, જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 08 Nov 2018 11:40 AM (IST)
1
રોહિત શર્માએ ટીમ ઇન્ડિયાના યુવા બૉલર ખલીલ અહેમદ અને ઓપનર શિખર ધવનનીની રમતથી આનંદ વ્યક્ત કર્યો છે.
2
3
વળી, યુવા બૉલર ખલીલ અહેમદ વિશે વાત કરતાં કહ્યું કે, બુમરાહ અમારા માટે મુખ્ય બૉલર છે, તેને અમે ટી20 અને વનડેમાં અલગ અલગ ઉપયોગમાં લીધો છે. બીજીબાજુ નવા બૉલની સાથે ખલીલ કંઇક અલગ અંદાજમાં જ દેખાય છે. ટીમને ખુબ મદદ મળે છે.
4
રોહિતે શિખર ધવન વિશે કહ્યું કે, હું ખુશ છું કે આ મેચ અને સીરીઝ બન્ને અમે જીતી લીધી. શિખરે પોતાનો સ્વાભાવિક અંદાજ બતાવ્યો અને રમ્યો. તેને શરૂઆતમાં વિપક્ષી બૉલરો પર દબાણ બનાવ્યું જેનો અમને ફાયદો મળ્યો.
5
નવી દિલ્હીઃ ભારતે વેસ્ટ ઇન્ડિઝ સામે સતત બે ટી20 મેચો જીતીને સીરીઝ પણ પોતાના નામે કરી લીધી છે. હવે જીત બાદ હંગામી કેપ્ટન રોહિત શર્માએ એક ખાસ સ્ટેટમેન્ટ આપ્યું, જેમાં ટીમ ઇન્ડિયાના બે ખેલાડીઓના જબરદસ્ત પ્રસંશા કરી છે.