સુપ્રિના આદેશની હવા નીકળી ગઈઃ ગુજરાતભરમાં રાત્રે 10 પછી બિન્ધાસ્ત ફટાકડા ફુટ્યા
અમદાવાદઃ સુપ્રીમ કોર્ટે ફટાકડા ફોડવા માટે રાત્રે 8-10નો સમય નક્કી કર્યો હતો તેમ છતાં ગુજરાતના નાના મોટા દરેક શહેરમાં આ આદેશને હવામાં ઉડાડી દેવામાં આવ્યો હતો. અમદાવાદમાં તો રાત્રે 10 પછી જ ફટાકડા ફોડવાનું પ્રમાણ વધ્યું હતું. ગુજરાતના અન્ય મોટા શહેરમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી. આઘાત જનક વાત તો એ છે કે દરેક શહેરોમાં લોકો રસ્તા પર ફટાકડા ફોડતા હોવા છતા ભાગ્યે જ ક્યાંક પોલીસવાનની મુવમેન્ટ કે પોલીસની દરમિયાનગીરી જોવા મળી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગ્રીન ફટાકડાની સુચના ઘોળીને પી જવાય હોય તેમ પ્રતિબંધીત લુમ અને વધુ પડતો ઝેરી ધુમાડો ઓકતા ફટાકડાઓ પણ રાત્રે 10 પછી મોટા પ્રમાણમાં ફુટતા હતા. સેટેલાઈટ વિસ્તારમાં તો પોલીસ સ્ટેશનની બરાબર સામે જ સત્યાગ્રહ છાવણી પાસેની ફુટપાથ પર લોકોએ કોઈ ડર વગર રોકેટ, દાડમ, બોમ્બ, ભોય ચકરડી જેવા ફટાકડાઓ ફોડ્યા હતા. દરમિયાન પોલીસ ક્યાય નજરે ચડતી ન હતી. અમદાવાદના અન્ય વિસ્તારમાં પણ જાણે કાયદાનો ભંગ કરવાની હોડ જામી હોય તેમ મોડી રાત સુધી આતસબાજી જારી રહી હતી.
મુખ્યમંત્રીના હોમ ટાઉનમાં મુખ્યમંત્રીની હાજરીમાં જ કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડ્યા હતા. રાત્રિ ના 11.30 વાગ્યે લોકો એ મોજથી ફટાકડા ફોડ્યા અને પોલીસે મૂક પ્રેશક બની તમાશો જોયો હતો. બાકી મુખ્યમંત્રીનો બદોબસ્ત કર્યો. જ્યારે સુરત અને વડોદરામાં પણ સુપ્રિમના કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. પ્રતિબંધિત ફટાકડા ફોડવામાં આવ્યા હતા અને રાત્રીના 10 વાગ્યા બાદ પણ ફટાકડા ફોડવાનો સીલસીલો અવિરત ચાલું રહ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -