કોહલીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, ટેસ્ટ મેચનું પ્રથમ સેશન મુશ્કેલ હશે. બોલિંગ કેવી હશે, બેટ્સમેનો કેવી બેટિંગ કરે છે તે જોવું રસપ્રદ હશે. એક વખત આદત પડી ગયા બાદ ડે નાઇટ ફોર્મેટમાં રમવું નોર્મલ થઈ જશે. કોલકાતા ટેસ્ટ મેચમાં મોટી સંખ્યમાં દર્શકો આવવાની આશા છે. પિંક બોલ ટેસ્ટને લઇ લોકો ઉત્સાહિત છે. ભારત-પાકિસ્તાન મેચ વખતે આવું થતું હતું, ત્યારે મોટા-મોટા ક્રિકેટરો હતો અને તમામ મેચ અંગે વાત કરતા અને વિચારતા હતા.
કોહલીએ કહ્યું, પિંક બોલથી ફિલ્ડિંગ કરવી સૌથી મુશ્કેલ છે. તે ઝડપથી ફિલ્ડરના હાથમાં આવે છે. મેં સ્લિપમાં જોયું છે કે તે હાથમાં ખૂબ ઝડપથી પહોંચે છે અને તેથી ફિલ્ડિંગ કરવી મુશ્કેલ હશે. ભારતમાં ઝાકળ એક મોટું ફેક્ટર છે. તમે પહેલાથી ન જાણી શકો કે ક્યારે આવશે અને ક્યારે નહીં. તેથી અંતિમ સેશનમાં તેના પર ઘણું નિર્ભર રહેશે. વિદેશમાં પણ આમ થાય છે.