ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ ડેબ્યૂમાં ફિફ્ટી ફટકારનારા ક્રિકેટરે કરી સગાઈ, આ રીતે કરી જાહેરાત, જાણો વિગત
ઈંગ્લેન્ડ સામે કરેલા સારા પ્રદર્શનના કારણે તેની ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સીરિઝમાં પસંદગી થવાની શક્યતા છે. હાલ તે ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ શ્રેણીની તૈયારી કરી રહ્યો છે.
વિહારી હૈદરાબાદ રણજી ટીમનો કેપ્ટન પણ રહી ચુક્યો છે.
હનુમા વિહારીએ ઈન્સ્ટાગ્રામ પર સગાઈનો ફોટો શેર કર્યો છે. હનુમાની મંગેતર પ્રીતિરાજ ફેશન ડિઝાઇનર છે. આ ફંકશનમાં સીનિયર આઈપીએસ ઓફિસર સીવી આનંદ અને બિઝનેસમેન ચામુંડેશ્વરનાથ ખાસ હાજર રહ્યા છે. આ ઉપરાંત ક્રિકેટર અક્ષથ રેડ્ડી, ટી સુમન અને રવિ તેજા પણ ઉપસ્થિત હતા.
હૈદરાબાદઃ એશિયા કપ પહેલા ઈંગ્લેન્ડમાં રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઈન્ડિયા વતી ડેબ્યૂ કરનારા હનુમા વિહારીએ સગાઈ કરી લીધી છે. હનુમાએ તેની મિત્ર પ્રીતિરાજ યેરુવા સાથે સગાઈ કરી છે. બંનેની સગાઈ હૈદરાબાદમાં થઈ હતી.
ઈંગ્લેન્ડ સામે ઓવલ ટેસ્ટમાં ડેબ્યૂ કરનારા વિહારીએ કરિયરની પ્રથમ ઈનિંગમાં જ અડધી સદી ફટકારી હતી અને મેચમાં કુલ 3 વિકેટ ઝડપી હતી. તેણે પ્રથમ ઈનિંગમાં 56 રન બનાવ્યા હતા. બીજી ઈનિંગમાં ખાતું ફણ ખોલાવી શક્યો નહોતો.