Exit Poll 2024
(Source: Poll of Polls)
ઈન્ડિયન ખેલાડી હાર્દિક પંડ્યાએ કરાવ્યું ફોટો શૂટ, આવો કરાવ્યું લુક, જુઓ તસવીરો
હાર્દિકનો એક ભાઈ કૃણાલ પણ ક્રિકેટર છે. તે પણ આઈપીએલ-9માં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમ્યો હતો. હાર્દિક પંડ્યા અભ્યાસમાં નબળો હતો અને નવમાં ધોરણમાં નાપાસ થયા બાદ અભ્યાસ છોડી ક્રિકેટ પર ધ્યાન આપ્યું હતું. પૂર્વ ક્રિકેટર કિરણ મોરેએ પંડ્યાને પોતાની એકેડમીમાં ટ્રેનિંગ આપ્યાના શરૂઆતના ત્રણ વર્ષમાં કોઇ ફી નહોતી લીધી. મોરેની સલાહ પર તે ફાસ્ટ બોલર બન્યો. પંડ્યા તેના ડાર્ક કલર અને લુક્સને કારણે વડોદરાનો વેસ્ટ ઇન્ડિઝ પ્લેયર કહેવાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાર્દિક પંડ્યા જ્યારે પ્રથમ વખત મુંબઇ ઇન્ડિયન્સના ડ્રેસિંગ રૂમમાં ગયો ત્યારે રિકી પોન્ટિંગ સહિતના મહારથી બેઠા હતા. કોલકાતા સામે પ્રથમ મેચ હતી આ પહેલા એન્ટિલીયામાં ટીમના ઓનર દ્વારા ભોજનનું આયોજન કરવામાં આવ્યુ હતું. અમે જ્યારે ભોજન કરી રહ્યાં હતા ત્યારે પાછળથી એક અવાજ આવ્યો અને કહ્યું કે હાય, અને જ્યારે પાછળ જોયુ તો પહેલા પ્લેટને સાઇડમાં મુકી દીધી અને તે વ્યક્તિને જોતો જ રહ્યો.
હાર્દિક પંડ્યાનો જન્મ 11 ઓક્ટોબર 1993ના રોજ થયો. હાર્દિકે જ્યારે બરોડાની રણજી ટીમ માટે રમવાનું શરૂ કર્યુ ત્યારે જ તેના પિતા હિમાંશુભાઇને હાર્ટ એટેકનો ત્રીજો હુમલો આવ્યો હતો. તેના પિતાનો બિઝનેસ પણ ખોટમાં ચાલી રહ્યો હતો. તેના પિતા પાછળથી ડોર ટુ ડોર જઈને પાસપોર્ટ બનાવવાનું કામ કરવા લાગ્યા હતા. તેના ભાઈ કૃણાલે હાર્દિકની ઘણી મદદ કરી હતી.
વડોદરા: ન્યૂઝીલેન્ડ સામે ટી-20 શ્રેણી બાદ ભારતના સ્ટાર ઓલ રાઉન્ડર ક્રિકેટર અને ગુજરાતી હાર્દિક પંડ્યાએ એક ફોટોશૂટ કરાવ્યું હતું. આ ફોટોશૂટની તસવીર હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. હાર્દિક પંડ્યાની આ તસવીરોમાં કોઇ હીરોથી કમ નથી લાગતો અને તેનો લૂક પણ ઘણો ચેન્જ જોવા મળ્યો હતો. હાર્દિક પંડ્યાએ આ તસવીર શેર કરતા જ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી.
સચિન તેંડુલકરે આઇપીએલ દરમિયાન હાર્દિક પંડ્યાને તેની ટેલેન્ટ જોઇ પાસે બોલાવીને કહ્યું કે તું દોઢ-એક વર્ષમાં ભારત તરફથી રમીશ, ત્યારબાદ હાર્દિકે માત્ર સાડા છ મહિનામાં જ ભારતીય ટીમમાં ડેબ્યૂ કર્યુ હતું.
હાર્દિક પંડ્યાને ક્રિકેટર બનાવવા પાછળ તેના પિતાએ ઘણો સંઘર્ષ કર્યો છે, કેટલીક વાર એક વખતનું ભોજન પણ તેમને મુશ્કેલીથી મળતું હતું. પૂર્વ ક્રિકેટર કિરણ મોરેએ પંડ્યાને પોતાની એકેડમીમાં ટ્રેનિંગ આપી હતી. જો કે તેમને તેની પાસેથી કોઇ ફી લીધી નહતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -