સચિન તેંડુલકરે તસ્વીર શેર કરી કોને ગણાવ્યા પોતાના ખાસ મિત્રો, જાણ વિગત
જો કે, તેંડુલકર અને કાંબલી હાલમાંજ મુંબઈમાં એક બુક લોન્ચના અવસર પર જોવા મળ્યા હતા. અને હવે આ તસવીરમાં એક વાર ફરી સાથે નજર આવ્યાં.
ત્યારબાદ વિનોદ કાંબલી વર્ષ 2013માં વેસ્ટઈંડીઝ સામેની સચિનના કેરિયરની અંતિમ ટેસ્ટમાં પણ મેદાનમાં હાજર નહોતો. જ્યારે સચિને પોતાની આત્માકથા ‘સચિન: અ બિલિયન ડ્રીમ્સ’માં કાંબલીનો ઉલ્લેખ પણ નથી કર્યો.
આ તસ્વીરમાં ટીમ ઈંડિયાના પૂર્વ બોલર અજીત અગરકર, અમોલ મજૂમાર, નીલેશ કુલકર્ણી જેવા અનેક ક્રિકેટરો પણ સામેલ છે. સચિને પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલી તસવીર સાથે કેપ્શનમાં લખ્યું કે “ક્રિકેટે જીવનમાં મને જે સૌથી શાનદાર વસ્તુઓ આપી છે તેમાં જીવનભરના મિત્રો સામેલ છે. આ લોકો સાથે મેદાન પર કે મેદાનની બહાર ક્યારેય એકપણ પળ કંટાળાજનક નથી હોતી”.
સચિનને શેર કરેલી તસવીરમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, તસવીરમાં તેની સાથે વિનોદ કાંબલી પણ છે. કારણ કે તેંડુકર અને કાંબલી વચ્ચે કેટલાક સમયથી તકરારની ખબરો આવી હતી. ભારતીય ટીમમાંથી નિવૃત થયાના કેટલાક વર્ષ બાદ વિનોદ કાંબલીએ ટીવી ચેનલ પર એક નિવેદન આપી સૌને હેરાન કરી દીધા હતા કે ‘મુશ્કેલીના સમયે સચિને તેનો સાથ નથી આપ્યો’.
નવી દિલ્લી: માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે શુક્રવારે પોતાના મિત્રો સાથેની એક તસવીર સોશલ મીડિયા પર શેર કરી છે. જેમાં સચીને જીંદગીભરના ખાસ મિત્રો ગણાવ્યા છે. તેંડુલકરની આ તસવીર થોડાજ સમયમાં લાખથી વધુ લોકોએ પસંદ કરી છે.