નવી દિલ્હીઃ ઘણાં એવા ક્રિકેટર છે જેના નામ બોલિવૂડ સેલિબ્રિટીઝ સાથે જોડાઈ ચૂક્યા છે. તેમાંથી અનેક જોડીઓ એવી છે જે અફેર સુધી જ ટકી શકી તો કેટલીક જોડીઓ લગ્નમાં પણ પરિણમી. આ યાદીમાં વધુ એક નામ જોડાઈ ગયું છે. આ નામ છે ભારતીય ટીમના યુવા ક્રિકેટર જસપ્રીત બુમરાહનું. અહેવાલ છે કે સાઉથની એક્ટ્રેસ અનુપમા પરમેશ્વરન સાથે તેનું અફેર ચાલી રહ્યું છે. હવે એક્ટ્રેસે આ અહેવાલ પર મૌન તોડ્યું છે.



પિંકવિલાના અહેવાલ મુજબ, અનુપમાએ બુમરાહ સાથેની રિલેશનશીપની વાત ખોટી ગણાવી છે. અનુપમાએ કહ્યું કે, બુમરાહ માત્ર તેનો સારો મિત્ર છે. અને તેઓ એકબીજાને ડેટ નથી કરી રહ્યા. જણાવી દઈએ કે, ટ્વિટર પર બુમરાહ અને અનુપમાએ એકબીજાને ફોલો કર્યા તેમજ એકબીજાની પોસ્ટ પર કમેન્ટ કરી ત્યારથી જ બંનેના અફેરની ચર્ચા થવા લાગી.

Generated by IJG JPEG Library

બુમરાહનું નામ અગાઉ પણ એક એક્ટ્રેસ સાથે જોડાઈ ચૂક્યું છે. બુમરાહ સાઉથ ઈન્ડિયન એક્ટ્રેસ રાશિ ખન્નાને ડેટ કરતો હોવાની પણ ખબરો હતી. જો કે, રાશિએ આ ખબરોને અફવામાં ખપાવી દીધી હતી. રાશિએ કહ્યું હતું કે, “મને માત્ર એટલી જ જાણ છે કે બુમરાહ ઈન્ડિયન ક્રિકેટર છે…બસ.”